Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

બજારમાં તેજીઃ સેન્સેક્સનો ૩૫૫ પોઈન્ટનો મોટો કૂદકો

યુએસ ચૂંટણીના પરિણામોની બજાર પર અસર : નિફ્ટી ૯૫ પોઈન્ટ વધીને ૧૧,૯૦૮.૫૦ પર બંધ રહ્યો, ઈન્ડસઈન્ડ બેન્કના શેરને સૌથી વધારે લાભ થયો હતો

મુંબઈ, તા. ૧૫ : શેરબજારોમાં બુધવારે સતત ત્રીજા દિવસે તેજી જોવા મળી અને સેન્સેક્સ ૩૫૫ પોઇન્ટની મજબૂતી સાથે બંધ રહ્યો હતો. યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પહેલા વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણમાંની વચ્ચે  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરો મજબૂત રહ્યા હતા. ૩૦ શેરો પર આધારિત બીએસઈ સેન્સેક્સ ૩૫૫.૦૧ પોઈન્ટ એટલે કે ૦.૮૮ ટકા વધીને ટ્રેડિંગમાં અસ્થિર થયા પછી ૪૦,૬૧૬.૧૪ પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ૯૫ પોઇન્ટ એટલે કે ૦.૮૦ ટકા વધીને ૧૧,૯૦૮.૫૦ ની સપાટીએ બંધ રહ્યો.

સેન્સેક્સ શેરોમાં ઇન્ડસઇન્ડ બેક્ન સૌથી વધુ ઊંચકાયો હતો. તે લગભગ ૫ ટકા વધ્યો. આ સિવાય સન ફાર્મા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસીસ, કોટક બેંક અને ટેક મહિન્દ્રા પણ સારા રહ્યા હતા. બીજી તરફ, એચડીએફસી, પાવરગ્રિડ, એક્સિસ બેક્ન, આઈસીઆઈસીઆઈ બેંક, એનટીપીસી અને એલ એન્ડ ટી જેવા શેરોમાં ઘટાડો થયો છે.

વેપારીઓના મતે વૈશ્વિક બજારો દ્વારા સ્થાનિક બજારોને અસર થઈ હતી. યુ.એસ. માં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પહેલા વૈશ્વિક બજારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરીમાં વર્તમાન રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ સાથે ભારે હરીફાઈમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેન આગળ છે. તાજેતરના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ૫૩૮ 'ઇલેકટોરલ કોલેજ બેઠકો' માંથી, બાયડેને ૨૨૫ અને ટ્રમ્પે ૨૧૩ બેઠકો જીત્યા હોવાનો દાવો કરાયો છે. વ્હાઇટ હાઉસ સુધી પહોંચવા માટે, ઓછામાં ઓછી ૨૭૦ 'ઇલેકટોરિયલ કોલેજ બેઠકો' જીતવી પડશે.

એશિયાના અન્ય બજારોમાં શાંઘાઈ, સિઓલ અને ટોક્યો લાભ સાથે બંધ રહ્યા હતા જ્યારે હોંગકોંગને નુકસાન થયું હતું. યુરોપમાં મુખ્ય બજારોમાં પણ પ્રારંભિક ધંધામાં તેજી જોવા મળી.

આ દરમિયાન આંતરરાષ્ટ્રીય ઓઇલ સ્ટાન્ડર્ડ બ્રેન્ટ ક્રૂડ ૨.૭૨ ટકા વધીને ૪૦.૭૯ ડોલર પર ટ્રેડ કરી રહ્યો છે. વિદેશી વિનિમય બજારમાં ડોલર સામે રૂપિયો ૩૫ પૈસા તૂટીને ૭૪.૭૬ ની સપાટીએ બંધ રહ્યો છે.

(7:45 pm IST)