Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

છેલ્લા ત્રિમાસિક ગાળામાં SBIનો નફો ૫૨ ટકા વધ્યો

કોરોનાના મારમાં ઠપ્પ અર્થતંત્ર વચ્ચે શુભ સંકેત : જાહેર થયેલા પરિણામોમાં બેન્કે ૪૫૭૪ કરોડનો નફો કર્યો જે ગત વર્ષની સરખામણીએ ૧૫૦૦ કરોડ વધુ છે

નવી દિલ્હી, તા. ૪ : કોરોના મહામારીને લીધે ઠપ થઇ ચૂકેલા આર્થિક તંત્રની વચ્ચે સૌથી મોટી સરકારી બેક્ન એસબીઆઈએ શુભ સંકેત આપ્યા છે. બેક્નની બીજી ત્રિમાસિક- જૂલાઇથી સપ્ટેમ્બરના પરિણામ જાહેર થયા છે જેમાં બેક્નને અનુમાન કરતા પણ વધારે નફો થયો હોવાના માહિતી છે. આંકડાઓ મુજબ બીજી ત્રિમાસિકમાં બેક્નને ૪૫૭૪ કરોડ રુપિયાનો નફો થયો છે. ગત વર્ષેની સરખામણીએ આ નફો ૧૫૦૦ કરોડ રુપિયા વધારે છે. આશકે ૫૨ ટકા વધારે.  બેક્ન મુજબ પહેલી ત્રિમાસિકની સરખામણીએ બીજી ત્રિમાસિકમાં કુલ આવકમાં ઘટાડો આવ્યો હતો. પરંતુ ચોખ્ખા વ્યાજની આવક ૨૮,૧૮૨ કરોડ રુપિયા હતી.

આ સિવાયના બેક્નના જણાવ્યા મુજબ ગ્રોસ નોન પર્ફોમિંગ એસેટ-એનપીએમાં પણ નોંધનીય ઘટાડો આવ્યો છે. ગત વર્ષે બીજી ત્રિમાસિકમાં એનપીએ ૧.૨૯ લાખ કરોડ હતી જે ઘટીને આ વર્ષે ૧.૨૫ લાખ કરોડ પર પહોંચી હતી. જોકે તેની પાછળ સુપ્રીમ કોર્ટનો એ આદેશ જવાબદાર હોઇ શકે છે જેમાં કહેવામાં આવ્યું હતું કે જે એકાઉન્ટ ૩૧ ઓગસ્ટ સુધી એનપીએ જાહેર ન કરાયા હોય, તેને આગામી આદેશ સુધી એનપીએ જાહેર ન કરવા.

(7:44 pm IST)