Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

દિલ્હીથી એર ઇન્ડિયાના બે વિમાનોને લંડન નહીં પહોંચવા દેવાય :ખાલિસ્તાન સમર્થક આતંકી સંગઠને આપી ધમકી

ગુરુવારે 1984ના શીખ વિરોધી રમખાણોની વરસી: દિલ્હી પોલીસ અલર્ટ: સુરક્ષા વધારી: એર ઇન્ડિયા, એરપોર્ટ પોલીસ, CISF સિક્યોરિટી યૂનિટ અને સ્પેશિયલ સેલને એલર્ટ પર રખાયા

નવી દિલ્હી :દિલ્હીથી એર ઇન્ડિયાના બે વિમાનોને લંડન નહીં પહોંચવા  દેવાઈ તેવી 19844 શીખ વિરોધી રમખાણની 36મી વરસી પૂર્વે ખાલિસ્તાન સમર્થક આતંકવાદી સંગઠન તરફથી ધમકી આપવામાં આવી છે.

 ખાલિસ્તાન કમાંડો ફોર્સના આતંકવાદી ગુરૂપતવંત સિંહ પન્નૂએ કેટલાક લોકોને ફોન પર વોઇસ કોલ કરી ધમકી આપી છે કે 5 નવેમ્બરે દિલ્હી એરપોર્ટ  પરથી એર ઇન્ડિયાના બે વિમાનોને લંડન નહીં પહોંચવા દે. ત્યાર બાદ દિલ્હી પોલીસના એરપોર્ટ ડીસીપીએ જણાવ્યું કે આ પ્રકારની ધમકીની જાણકારી મળી છે. દિલ્હી પોલીસ અલર્ટ પર છે, સુરક્ષા વધારી દેવામાં આવી છે. સાથે જ DIAL, એર ઇન્ડિયા, એરપોર્ટ પોલીસ, CISF સિક્યોરિટી યૂનિટ અને સ્પેશિયલ સેલને એલર્ટ પર રાખવામાં આવ્યો છે.

ડીસીપી એરપોર્ટ રાજીવ રંજને આ અંગે જણાવ્યું કે,ઇનપુટ મળ્યા છે કે શીખ ફોર જસ્ટિસ નામનું એક ઓર્ગોનાઇઝેશન છે જેણે ધમકી આપી છે કે 5 નવેમ્બરે એર ઇન્ડિયાની બે ફ્લાઇટને તે લંડન નહીં જવા દે. તેના માટે એરપોર્ટ પર અમે સ્ટેક હોલ્ડર્સની મીટિંગ કરી છે. સુરક્ષા વ્યવસ્થા અત્યારથી કડક કરી દીધી છે.

તેમણે વધુમાં જણાવ્યું કે એરપોર્ટ સેન્સિટિવ પ્લેસ છે જ્યાં રાઉન્ડ ધ ક્લોક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે. આ ધમકીને જોતા અમે સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરવા જઇ રહ્યા છે. તમામ સુરક્ષા એજન્સીઓ વચ્ચે સંકલન વધુ મજબૂત કરવામાં આવી રહ્યું છે. અમે લોકો આ અંગે કોર્ડિનેટ કરી રહ્યા છે.

આ ધમકી એવા સમયે મળી છે જ્યારે મંગળવારે જ સરકારે ખાલિસ્તાન સમર્થિત સંગઠનોથી સંબંધિત 12 વેબાસાઇટોને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજ પ્રતિબંધિત વેબસાઇટોમાંથી કેટલીક સીધી રીતે ગૈરકાયદેસર સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ દ્વારા સંચાલિત થતી હતી. વેબસાઇટો પર ખાલિસ્તાન સમર્થક સામગ્રી હતી.

(7:37 pm IST)