Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

તામિલનાડુમાં રમાતી ઓનલાઇન ગેઇમ્સ વિરુદ્ધ જાહેર હિતની અરજી : વિરાટ કોહલી ,સૌરવ ગાંગુલી ,સહિતની હસ્તીઓ ઉપરાંત સ્ટેટ તથા સેન્ટ્રલ ગવર્નમેન્ટને મદ્રાસ હાઇકોર્ટની નોટિસ

મદુરાઈ  : મદ્રાસ હાઇકોર્ટે ભારતની ક્રિકેટ ટીમના કેપટન વિરાટ કોહલી ,બીસીસીઆઈ પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી ,તેમજ સ્ટેટ અને સેન્ટ્રલ ગવર્નમેન્ટને નોટિસ પાઠવી છે.જે તામિલનાડુમાં રમાતી ઓનલાઇન ગેઇમ્સ વિરુદ્ધ જાહેર હિતની અરજીના અનુસંધાને પાઠવવામાં આવી છે.જે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેમજ ફિલ્મી કલાકારો પ્રકાશ રાજ ,તમન્નાહ ભાટિયા ,રાણા દગ્ગુબતી ,તથા સંદીપ સહિતનાઓ પણ પાઠવાઈ છે.

જાહેર  હિતની અરજીમાં જણાવ્યા મુજબ આ હસ્તીઓ ઓનલાઇન ગેમ્સની જાહેરાત કરે છે.જે સાઇબર ક્રાઇમ ,હિંસા ,તથા ઝેનોફોબિયા ફેલાવે છે.અરજીમાં ઉમેર્યા મુજબ  આ ઓનલાઇન રમી સહિતની  રમતોમાં હારી જતા લોકો ક્યારેક  આત્મહત્યા કરે છે.અથવા પબજી જેવી રમતો નકારાત્મક વિચારસરણી ફેલાવે છે.

આવી બધી ઓનલાઇન રમતોની જાહેરાતમાં દેખાતી હસ્તીઓને નોટિસ પાઠવાઈ છે. તથા તામિલનાડુમાં આવી રમતો ઉપર બાન મુકતો કાયદો અમલમાં આવે તે માટે નોટિસ પાઠવાઈ છે.તેવું બાર એન્ડ બેન્ચ દ્વારા જાણવા મળે છે.

 

(7:24 pm IST)