Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અફઘાનિસ્તાનના ખાનાબાદ જીલ્લામાં બોમ્બ વિસ્ફોટ: 6 લોકોના મોત અને 14 ઘાયલ

કાબુલ :અફઘાનિસ્તાનના ઉત્તરીય કુંદુજ પ્રાંતના ખાનાબાદ જિલ્લામાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 6 નાગરિકો માર્યા ગયા અને 14 અન્ય ઘાયલ થયા. સ્થાનિક અધિકારી કુદ્તુલ્લાહ સફીએ આ વાતની પુષ્ટિ કરી છે. કોઈ વધુ માહિતી આપતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટનામાં તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દરમિયાન, એક સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે, સૈન્યએ સ્થાનિક સમય પ્રમાણે બપોરે 1:00 કલાકે ખાનબાદ જિલ્લામાં એક બેઝ કેમ્પ ખાલી કરી લીધો હતો અને તાલિબાનોએ લોકોને સૈન્ય દ્વારા છોડાયેલી ઉપયોગી વસ્તુઓ લાવવા કહ્યું હતું.

(6:22 pm IST)