Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમેરિકામાં મોડી રાતના કારણે મતગણતરી અટકાવાઈ:પાંચ કલાક બાદ ફરીથી થશે શરૂ

કુલ 538 ઇલેક્ટોરલ વોટમાંથી 238 વોટ મેળવીને બિડેન ટ્રમ્પથી આગળ: ટ્રમ્પ પાસે 213 ઇલેક્ટોરલ વોટ હતા: 270નો જાદુઈ આંકડો પાર કરવો જરૂરી

અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનું  કાઉન્ટિંગ ચાલુ હતુ. પણ ત્યાં મોડી રાતના લીધે મતગણતરી રોકી દેવાઈ છે હવે આ મતગણતરી પાંચ કલાક પછી શરૂ થશે.

આ મતગણતરી રોકવામાં આવી ત્યારે કુલ 538 ઇલેક્ટોરલ વોટમાંથી 238 વોટ મેળવીને બિડેન ટ્રમ્પથી આગળ હતા, જ્યારે ટ્રમ્પ પાસે 213 ઇલેક્ટોરલ વોટ હતા. બહુમત મેળવવા માટે 270નો જાદુઈ આંકડો પાર કરવો જરૂરી છે.

આ દરમિયાન પેન્સિલ્વેનિયા, જ્યોર્જિયા, મિશિગન અને વિસ્કોન્સિનમાં મતગણતરી રોકવામાં આવી છે. રાતમાં મોડું થયું હોવાથી મતગણતરી રોકવામાં આવી છે. પરિણામો પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે તે ચૂંટણીમાં ગેરરીતિ સામે સુપ્રીમ કોર્ટ જશે. તેની સાથે તેમણે મોટી જીતનો પણ દાવો કર્યો.

(5:38 pm IST)