Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમેરિકામાં ઉપરાષ્‍ટ્રપતિના ઉમેદવાર તરીકે ભારતીય મુળના કમલા હેરિસ ઉપરાંત ભારતીય મુળના લોકોનો દબદબો

નવી દિલ્હીઃ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર તરીકે ભારતીય મૂળની કમલા હેરિસ હોવા ઉપરાંત ઘણા કોંગ્રેસમેન તરીકે ભારતીયો ચૂંટાઈ આવ્યા છે. તેમા કેટલાક હાર્યા છે અને કેટલાક જીત્યા પણ છે.

કેલિફોર્નિયાની એટર્ની જનરલ કમલા હેરિસના માબાપ ભારતથી સ્થળાંતરિત થઈ ત્યાં ગયા છે. તેમણે નિવૃત્ત થયેલા ડેમોક્રેટના ઉમેદવારની સેનેટ સીટ જીતી હતી. તેમણે લોરેટા સાંચેઝને હરાવીને યુએસ કોંગ્રેસમાં સૌપ્રથમ ઇન્ડિયન-અમેરિકન સેનેટર બનવાની સિદ્ધિ મેળવી હતી. ડેમોક્રેટના રાજકારણી અને વકીલ એવા કમલા હેરિસ 2010માં કેલિફોર્નિયાના એટર્ની જનરલ બન્યા હતા અને 2014માં ફરીથી ચૂંટાયા હતા. કમલા હેરિસ 1960માં ચેન્નઈથી અમેરિકા માઇગ્રેટ થયેલી માતા અને જમૈકન અમેરિકન પિતાનું સંતાન છે. આમ તે પહેલા આફ્રિકન-અમેરિકન અને ઇન્ડિયન અમેરિકન એટર્ની જનરલ છે.

આ સિવાય ભારતીય મૂળના ડેમોક્રેટ પ્રમિલા જયપાલ 16 વર્ષના હતા ત્યારે જ ભારતથી અમેરિકા જઈ વસ્યા હતા. તેઓ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ચૂંટાઈ આવ્યા છે. તેઓ સળંગ ત્રીજી વખત ચૂંટાયા છે. આ સિવાય બીજામાં યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ અધિકારી અને ડેમોક્રેટ આરઓ ખન્ના છે. તેમણે પણ કેલિફોર્નિયામાંથી કોંગ્રેસનલ સીટ જીતી છે.

આવા જ એક ભારતીય મૂળના વ્યક્તિ નવી દિલ્હીમાં જન્મેલો ભારતીય મૂળના અમેરિકન રાજા ક્રિષ્નમૂર્તિ યુએસ હાઉસ રેસમાં સળંગ ત્રીજી વખત ચૂંટાઈ આવશે તે સુનિશ્ચિત થઈ ગયું છે. તેણે લિબર્ટિયન પાર્ટીના પ્રેસ્ટોન નેલ્સનને સરળતાથી હરાવ્યો છે. તેને કુલ ગણાયેલા મતના 71 ટકા મત મળ્યા છે. તેમણે ઇલિનોઇસમાંથી કોંગ્રેસનલ વોટ મેળવ્યા છે.

ક્રિષ્નામૂર્તિના માબાપ તમિલનાડુના છે, તે 2016માં સૌપ્રથમ વખત હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ તરીકે ચૂંટાયો હતો. આ સિવાય કેલિફોર્નિયાથી કોંગ્રેસમેન અમી બેરા સળંગ પાંચમી વખત જીતવાની તૈયારીમાં છે. અમરિશ બાબુલાલ બેરા અહીં અમી બેરા કે એમી બેરાના નામે જાણીતા છે. તેઓ 2013માં કેલિફોર્નિયાના સાતમાં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટમાંથી યુએસ રિપ્રેઝન્ટેટિવ છે. તેઓ ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય છે. તેમના 50ના દાયકામાં ગુજરાતના રાજકોટમાંથી અમેરિકા જઈ વસ્યા હતા.

આ સિવાય છઠ્ઠા કોંગ્રેસનાલ ડિસ્ટ્રિક્ટ એરિઝોનામાંથી ડો. હિરલ તિપિરનેની સળંગ ત્રીજી વખત ચૂંટાવવા માટે મેદાનમાં ઉતર્યા છે. ડેમોક્રેટિક પાર્ટીના શ્રી કુલકર્ણીએ 22માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ ટેક્સાસમાં રિપબ્લિકન પાર્ટીના ટ્રોફી નેહલ્સને બરોબરની ટક્કર આપી હતી. રિપબ્લિકન મંગા અનંતમુલા 11માં કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટ વર્જિનિયામાં ડેમોક્રેટિક ઉમેદવાર જેરી કોનોલીથી 15 પર્સન્ટેજ પોઇન્ટ પાછળ ચાલી રહ્યા છે.

(5:27 pm IST)