Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જબરજસ્ત કશ્મોકસમાં ફસાયેલ છે: ચિંતા અને ટેન્શન, દિવસો સુધી ચાલે તેવી શક્યતા:

ન્યૂયોર્ક ટાઈમ્સ લખે છે કે અમેરિકી પ્રમુખપદની માટેની મતગણતરી અત્યંત ગળાકાપ હરીફાઇ, ચિંતા અને ટેન્સન વચ્ચે  આગળ વધી રહી છે ત્યારે પરિણામો આવતા દિવસો વીતી જાય તેવી શક્યતા છે

યુ.એસ. ચૂંટણી: ડેમોક્રેટ પાર્ટીના જો બિડેને રિપબ્લિકન પક્ષના  હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર પાતળી લીડ જાળવી રાખી છે, ત્યારે હવે ૩ રાજ્યો પરિણામ નક્કી કરી શકે છે :  રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફ્લોરિડા, ઓહિયો અને ટેક્સાસ જેવા મોટા રાજ્યોમાં જીતના  પરિણામો બાદ મિશિગન, વિસ્કોન્સિન અને પેન્સિલવેનિયાના પરિણામો હવે અત્યંત નિર્ણાયક બન્યા છે. આ રાજ્યોનાપરિણામ જાહેર કરવાના બાકી છે. વિસ્કોન્સિનમાં બીદેનને ૪૯.૨ ટકા મત મળ્યા છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ૪૯ ટકા મત મળે છે. 89 ટકા મતો ગણાયા હતા.

દરમિયાન વિજય માટે જો બિડન સાવચેતીભર્યા આશાવાદ દર્શાવે છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીત માટે જલદ વિશ્વાસ છે.

 

(5:17 pm IST)