Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

પ્રખ્‍યાત રેસ્‍ટોરન્‍ટ ચેઇન બર્ગર કિંગે વેપારમાં મિત્રતાની મિસાલ સાબિત કરીઃ અન્‍ય રેસ્‍ટોરન્‍ટોમાં પણ ઓર્ડર બુક કરાવવા અપીલ કરી

નવી દિલ્હી: વેપારમાં દરેક વ્યક્તિ પોતાનો સિક્કો જમાવવા માંગે છે. દરેક કોઈ પોતોના કોમ્પિટિટરથી આગળ નીકળવા માંગે છે. પરંતુ તાજેતરમાં એક કંપનીએ એવુ કર્યું કે, જે પોતાના કસ્ટમર્સને કહે

છે કે તમે અમારા કોમ્પિટિટરને પણ ઓર્ડર આપો. તમે પણ એક પળમાં વિચારીને દંગ રહી ગયા હશો અને વિચારતા હશો કે આવુ કેવી રીતે બને. એટલુ જ નહિ, આ કંપનીએ સોશિયલ મીડિયા પર એક જાહેરાત દ્વારા લોકોને આવુ કરવા અપીલ પણ કરી છે. આવુ કર્યું છે દુનિયાની પ્રખ્યાત રેસ્ટોરન્ટ ચેઈન બર્ગર કિંગે. આ રીતે તેણે વેપારમા મિત્રતાની નવી મિસાલ સાબિત કરી છે.

બર્ગર કિંગે કસ્ટમર્સને કહ્યું કે, તમે પ્લીઝ McDonald's, Pizza Hut, Five Guys, Dominos અને બીજા કોમ્પિટિટર પાસે પણ ઓર્ડર બૂક કરાવો. બર્ગર કિંગે કાયદેસર રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર order from McDonald's ટાઈટલથી જાહેરાત આપી છે.

બર્ગર કિંગનું આ પગલુ અને લાગણી કોરોનાકાળમાં તમામ સ્પર્ધક રેસ્ટોરન્ટ્સમાં કામ કરતા કર્મચારીઓની નોકરીની ચિંતા કરતા ભર્યું છે. કોરોનાકાલમાં કંપનીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. કોરોનાકાળમા આ કંપનીઓ પોતાના કર્મચારીઓને પગાર આપવામાં અસમર્થ થઈ રહી છે.

બર્ગર કિંગે જાહેરાતના માધ્યમથી કહ્યું કે, અમે આવુ એટલા માટે વિચાર્યુ ન હતુ કે, અમે અમારા જ કસ્ટમર્સને આવુ કરવા કહીશું, પરંતુ અમે એવુ કરી રહ્યા છીએ. પોતાના ટ્વિટર હેન્ડલ પર બર્ગર કિંગે જાહેરાત શેર કરીને કહ્યુ કે, આવુ અમે એટલા માટે કરી રહ્યા છીએ કે રેસ્ટોરન્ટ્સમાં કામ કરતા હજારો કર્મચારીઓને તમારા મદદની જરૂરિયાત છે. કંપનીની આ પહેલ સોશિયલ મીડિયા પર બહુ જ વખાણાઈ રહી છે. બર્ગર કિંગ હાલના સમયમા બાકીની કંપનીઓ માટે એક મિત્રના રૂપમાં સામે આવ્યું છે. 

બર્ગર કિંગે લોકોને તમામ રેસ્ટોરન્ટ્સમાં પોતાના ઓર્ડર બૂક કરવા માટે મદદ કરવા અપીલ કરી છે. જેથી તેમાં કામ કરનારા કર્મચારીઓની સામે રોજગારનો સંકટ ન પેદા થઈ શકે. તેમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસ મહામારીને કારણે હજી પણ પરિસ્થિતિ સારી થઈ નથી. આવામાં લોકોએ આગળ આવવું જોઈએ.

(5:14 pm IST)