Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

દેશભરમાં રાંધણગેસ બુકિંગ માટે એક જ નંબરથી હાલાકીઃ ગ્રાહકો હેરાન-પરેશાન

૩-૩ દિવસ પ્રયાસ છતાં બુકિંથ થતુ નથી

નવી દિલ્હી, તા.૪: રાંધણગેસના બુકિંગ માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન   ૧ નવેમ્બરથી રાષ્ટ્રીય સ્તરે એક જ મોબાઇલ નંબર ૭૭૧૮૯૫૫૫૫૫ જાહેર કર્યા છે. પરંતુ આ નંબર પર બુકિંગ માટે ત્રણ દિવસથી સતત સંપર્કના પ્રયાસ છતાં બુકિંગ ન થતાં દિવાળી વખતે જ ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે. આ સ્થિતિમાં શહેરના એલપીજી ગ્રાહકો ગેસ બુકિંગ માટે ગેસ એજન્સીનો સંપર્ક કરી રહ્યા છે. પરંતુ અહીં મેન્યુઅલ બુકિંગની સુવિધા બંધ કરાઇ હોવા છતાં લોકોની સુવિધા માટે ગેસ એજન્સી બહાર લોકોની લાંબી લાઇનો લાગી છે પણ મ્યુનિ.કોરોના ગાઇડલાઇનના ભંગ બદલ ગેસ એજન્સીને નોટિસ આપે છે.

ઓલ ઇન્ડેન ડિસ્ટ્રીબ્યુટર્સ એસોસીએશન (ગુજરાત)ના જોઇન્ટ સેક્રેટરી કમલસિંહ તોમરે સ્વીકાર્યુ કે, હાલમાં લોકોને બુકિંગ માટે ખૂબ હાલાકી ભોગવવી પડે છે. નવા બુકિંગ નંબર પર બુકિંગ ન થતા લોકો ગેસ એજન્સી પર લાઇન લગાવી રહ્યા છે. દિવાળીમાં લોકોને હેરાનગતિ ન થાય તે માટે કેટલીક એજન્સી મેન્યુઅલ બુકિંગ કરે છે. ઓનલાઇન બુકિંગની સુવિધા વહેલી તકે શરૂ  થાય તો એજન્સી પર ભીડ પણ નહીં થાય.

(3:48 pm IST)