Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ટ્રમ્પનો હૂંકાર : ચૂંટણી જીતી ચૂકયો છું : હવે વધુ મતો ગણવા એ અમેરીકન પ્રજા સાથે મોટી છેતરપીંડી ગણાશે : બીડેનની લીગલ ટીમ ટ્રમ્પને ભરી પીવા ખડેપગે તૈયાર

ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જો બીડેનના ચૂંટણી પ્રચાર ટીમે કહ્યુ છે કે ટ્રમ્પે આપેલ ધમકી મુજબ તેઓ સુપ્રિમ કોર્ટમાં જશે તો તેમની લીગલ ટીમ તેમને ભરી પીવા ખડેપગે તૈયાર છે : દરમિયાન અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે હું આ ચૂંટણી જીતી ચૂકયો છું અને હવે વધુ મતો ગણવા એ અમેરીકન પ્રજા સાથે મોટી છેતરપીંડી ગણાશે : બીડેનની ચૂંટણી પ્રચારના મેનેજર જેન ઓમેલ્લી દિલોને એક નિવેદનમાં કહ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ તેમની ધમકી મુજબ કોર્ટમાં જઈ મતોનું પ્રોપર ડેબ્યુલેશન કરતાં રોકશે તો અમારી લીગલ ટીમ તેમના આવા કોઈ પ્રયાસને પડકારવા તૈયાર જ છે : આ પહેલા મોડેથી બીડેને કહ્યું હતું કે તેઓ પ્રમુખપદની ચૂંટણી જીતી જવા આશાવાદી છે અને શાંતિ જાળવવા માટે તેમના ટેકેદારોનો આભાર માન્યો હતો અને કહેલ કે તમારી ધીરજ વખાણવાને લાયક છે

(3:33 pm IST)