Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કોરોનાની 'સુપર' વેકસીન તૈયારઃ ઓછા ડોઝમાં ધમાકેદાર ઇમ્યુનીટી

અમેરિકી વૈજ્ઞાનિકોની કમાલઃ પ્રારંભિક પરિણામો ચોંકાવનારાઃ ઉંદર પર થયો રિસર્ચઃ અપાયો છ ગણો ઓછો ડોઝઃ ૧૦ ગણી વધુ એન્ટીબોડી બની : કોરોના વાયરસ સ્વરૂપ બદલે તો પણ તેને પતાવી દેશે રસીઃ રસી લાંબા સમય સુધી રહે છે અસરકારક

નવી દિલ્હી, તા.૪: વૈજ્ઞાનિકોએ કોરોના માટે એવી રસી બનાવી છે જે અનેકગણી વધુ એન્ટીબોડી પેદા કરે છે. આ વેકસીનનું જાનવરો પર ટેસ્ટ કરવામાં આવી છે. તેના પરિણામો ચોંકાવનારા રહ્યા છે. રિસર્ચમાં યુનિવર્સિટી ઓફ વોશીંગ્ટનના કેટલાક એકસપર્ટસ પણ સામેલ છે. નૈનો પાર્ટિકલથી બનેલી કોરોનાની નવી વેકસીન ઉંદરોમાં તે લોકોથી અનેકગણી વધુ ન્યુટ્રલાઇઝિંથ એન્ટીબોડીઝ પેદા કરવામાં સક્ષમ છે જે કોરોનાથી રિકવર થઇ ચુકયા છે. cell નામના જર્નલમાં પબ્લિશ સ્ટડીના જણાવ્યા મુજબ વેકસીનની ડોઝ ૬ ગણી ઓછી કરવા પણ ૧૦ ગણી વધુ ન્યુટ્રલાઈઝિંગ એન્ટીબોડીઝ જનરેટ કરવામાં આવી. આ ઉપરાંત વેકસીને શકિતશાળી B-સેલ ઇમ્યુન રીસ્પોન્સ પણ  દેખાડયો તેનાથી વેકસીને લાંબા સમય સુધી અસરદાર થવાની આશાને બળ મળ્યુ છે.

રિસર્ચના જણાવ્યા મુજબ, જયારે એક વાંદરાને વેકસીન આપવામાં આવી તો તેના શરીરમાં બનેલી એન્ટીબોડીજ કોરોનાના સ્પાઇક પ્રોટીન પર અનેક જગ્યાએ હુમલો કર્યો. સ્પાઇક પ્રોટીન દ્વારાજ વાયરસ માણસના શરીરમાં ઘૂસે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ તેનો અર્થ એ છે કે વેકસીન  વાયરસના મ્યુટેર્ડર સ્ટ્રેન પ્રત્યે પણ સુરક્ષા આપશે.

સ્ટડીના જણાવ્યા મુજબ આ કોરોના રસીનું મોલિકયુલર સ્ટ્રકચર એક વાયરસની નકલ કરે છે તેથી તેના કારણે વેકસીનની ઇમ્યુન રીસ્પોન્સ ટ્રીગર કરવાની ક્ષમતા વધી ગઇ છે.

વેકસીન તૈયાર કરવા માટે રિસર્ચે વાયરસના સંપૂર્ણ સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ કર્યો નથી તે વેકસીન સ્પાઇક પ્રોટીનના રિસેપ્ટર બાઇંડિંગ ડોમેનના ૬૦ ટકા ભાગની નકલ કરે છે. વૈજ્ઞાનિકોએ આ વેકસીનનું સ્પાઇક પ્રોટીન પર ટેસ્ટ કર્યો તો આ પરિણામ સામે આવ્યા.

(3:31 pm IST)