Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ટ્રમ્પ અને બાઇડનને સરખા મત મળ્યા તો ખુરશી કોની ?

જીતવા માટે કોઇપણ એક ઉમેદવાર પાસે પ૩૮ માંથી ર૭૦ ઇલેકટોરલ મત હોવા જોઇએ

વોશિંગ્ટન, તા. ૪ : અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી ઇલેકટોરલ વોટના આધારે થાય છે. જેને જીતવા માટે કોઈ પણ એક વ્યકિત પાસે ૫૩૮ માંથી ૨૭૦ ઇલેકટોરલ વોટ હોવા જોઈએ. તેવામાં સવાલ ઉભો થાય છે કે જો બંને ઉમેદવારને એક સરખા ૨૬૯-૨૬૯ મત મલે તો શું થાય? મહત્વનું છે કે ૩ નવેમ્બરના દિવસે વોટિંગ બાદ હવે ગણતરી પણ શરુ થઈ ગઈ છે અને અત્યાર સુધીના ટ્રેન્ડમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઇડન રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ કરતા આગળ જોવા મળ્યા છે.

એનાલિસિસ મુજબ એવી ૬૪ શકયતાઓ છે જેમાં આવી સ્થિતિ ઉભી થઈ શકે છે. જેમાં સ્વિંગ સ્ટેટ્સ ના વોટર દ્વારા અલગ રીતે મતદાન કરવાની શકયતા જોવામાં આવી છે. તેવી સ્થિતિમાં જયારે બેંને ઉમેદવારને બરાબર વોટ મળે છે ત્યારે હાઉસ ઓપ રિપ્રેઝન્ટેટિવ ચુંટણીના નિર્ણયનો ચુકાદો કરે છે.

દરેક રાજયના એક પ્રતિનિધિ પાસે એક વોટનો અધિકાર હોય છે. તેવામાં બહુમત માટે ૨૬ અથવા તેનાથી વધારે મતોની જરુરિયાત પડે છે. હાઉસમાં ડેમોક્રેટ્સ પાસે બહુમત છે. પરંતુ જો એક સમાન ઇલેકટોરલ વોટની સ્થિતિમાં રિપબ્લિકન્સને ફાયદો મળી શકે છે. સ્વિંગ સ્ટેટ જેવા કે પેન્સિલ્વેનિયામાં ડમોક્રેટ અને રિપબ્લિકનના મત બરાબર છે. તેવામાં શકય છે કે અહીં પણ ટાઇ થાય અને કોઈ મત ન આપે.

અમેરિકામાં મતોની ગણતરી વચ્ચે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ન્યુયોર્કના મેનહટનમાં આવેલ ટ્રમ્પ ટાવરને કિલ્લામાં ફેરવી નાખવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓએ પોતાના ટ્રકો સાથે ટ્રમ્પ ટાવરને દ્યેરી લીધું છે. તો પોલીસ ચીફે ચેતવણી આપી છે કે જો ચૂંટણી પરિણામ બાદ અશાંતિ ફેલાશે તો તેઓ શહેરના કેટલાક ભાગોને સીલ કરી દેશે. વર્તમાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા આ જ દ્યરમાં રહેતા હતા.

(3:29 pm IST)