Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ચીનના એન્ટ ગૃપના સૌથી મોટા આઇપીઓ ઉપર શાંધાઇ સ્ટોક એકસચેન્જે રોક લગાવી

૩પ બિલિયન ડોલર એકત્ર કરવા માંગતુ હતુ એન્ટ ગ્રૃપ : જૈક માનેને મોટો ફટકો

નવી દિલ્હી, તા. ૪ : ચીનના એન્ટ ગ્રુપ દ્વારા લાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટા IPO (Ant Group IPO) પર શાંદ્યાઈ સ્ટોક એકસચેન્જે રોક લગાવી છે. IPOનેલઈને રોકાણકારોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો.

IPO ને (Ant Group IPO) હોંગકોંગ અને શાંદ્યાઈમાં બેવડા લિસ્ટેડ માટે વ્યકિતગત રોકાણકારો તરફથી 3 લાખ કરોડ ડાઙ્ખલરની બિડ મળી હતી. જે બ્રિટનની ગત વર્ષની GDPના બરાબર છે. એન્ટ ગ્રુપ આ IPO (Ant IPO) થકી અંદાજે 35 બિલિયન ડોલર એકત્ર કરવા માંગતું હતું.

અલીબાબા ગ્રુપની (Alibaba Group) એન્ટમાં 33 ટકા હિસ્સેદારી છે. આ પ્રકારે શાંદ્યાઈ સ્ટોક એકસચેન્જ દ્વારા IPO¨Ç સસ્પેન્ડ કરવાથી જૈક માને (Jack Ma) મોટો ફટકો પડ્યો છે.

IPO (Ant Group IPO) પર રોક લગાવાયા બાદ અલીબાબાના (Alibaba Group) શેર 7 ટકા તૂટ્યા હતા. ચીનનું એન્ટ ગ્રુપ અનેક પ્રકારની ફાઈનાન્સિયલ પ્રોડકટ્સનું સંચાલન કરે છે. જેમાં ચીનના અલી પે ડિજિટલ વોલેટ પણ સામેલ છે. જે વિશ્વના સૌથી મોટા મની માર્કેટ ફંડ્સમાંથી એક છે. એન્ટ ગ્રુપની કુલ માર્કેટ વેલ્યૂ 150 બિલિયન ડોલર છે.

(2:55 pm IST)