Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

સેકસ જીવનના અધિકારનું અંગઃ અલ્હાબાદ હાઈકોર્ટનો લીવ-ઇનમાં રહેતી બે યુવતીને સુરક્ષા આપવાનો આદેશ

અરજીકર્તા યુવતીઓનું કહેવું છે કે બંને પુખ્ત વયની છે અને ઘણા લાંબા સમયથી લીવ-ઇન રિલેશનશિપમાં રહે છે

પ્રયાગરાજ, તા.૪: અલાહાબાદ હાઈકોર્ટે લીવ-ઇન રિલેશનશિપના એક કેસમાં શામલી પોલીસને આદેશ કર્યો છે કે સમલૈંગિક સંબંધમાં રહેતી બંને યુવતીને સુરક્ષા પુરી પાડવામાં આવે. બંને યુવતીએ કોર્ટમાં અરજી કરી હતી કે, બંનેને સમજા તરફથી પરેશાન કરવામાં આવી રહી છે. અલાહાબાદ હાઈકોર્ટે લીવ-ઇન સંબંધમાં રહેતી બે યુવતીનો સમાજમાં થઈ રહેલા વિરોધ અંગે કહ્યુ છે કે સમાજની નૈતિકતા કોર્ટના ફેંસલાને પ્રભાવિત ન કરી શકે. કોર્ટની ફરજ છે કે તે બંધારણીય નૈતિકતા તેમજ લોકોના અધિકારોનું રક્ષણ કરે. આ મામલે કોર્ટે શામલી પોલીસ વડાને અરજીકર્તા બંને યુવતીને સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. સાથે જ એવું કહ્યું છે કે બંને યુવતીને કોઈ પણ પરેશાન ન કરે.

શું છે કેસ?

શાલીના તૈમૂરશાહની નિવાસી સુલ્તાના મિર્ઝા તેમજ વિવેક વિહારમાં રહેતી કિરણ રાનીએ કોર્ટમાં અરજી કરી હતી કે બંને પુખ્ત વયની છે. બંને નોકરી કરી રહી છે અને ઘણા લાંબા સમયથી લીવ-ઇન રિલેશનશિપમાં રહે છે. આ વાતનો પરિવાર અને સમાજ વિરોધ કરી રહ્યા છે. બંનેને પરેશાન કરવામાં આવી રહી છે. પોલીસની સુરક્ષા પણ નથી મળી રહી.

(2:52 pm IST)