Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

સિંધાલૂણ શરીર માટે છે બેસ્ટ આલ્કલાઇઝર

ભારતમાં ૧૯૩૦ પહેલા કોઇ દરીયાઇ નમક ન ખાતું

નવી દિલ્હીઃ જો તમે વિચારતા હો કે સિંધાલૂણ નમક કેવી રીતે બને છે તો આવો તમને જણાવીએ કે એક તો હોય છે દરિયાઇ નમક અને બીજુ હોય છે. સિંધાલૂણ (Rock Salt). સિંધાલૂણ બનતું નથી, તે પહેલાથી જ કુદરતી રીતે બનેલુ છે. આખા ઉતર ભારતીય ઉપ મહાદ્વિપમાં ખનિજ પથ્થરના નમકને સેંધા નમક, સૈન્ધવ નમકઘ્, લાહોરી નમક, ગુજરાતમાં સિંધાલૂણ વગેરે નામથી ઓળખાય છે. જેનો મતબલ છે. સિંધ અથવા સિન્ધુ વિસ્તારમાંથી બનેલું નમક, ત્યાં આ નમકના મોટા મોટા પહાડો, સુરંગો છે. ત્યાંથી આ નમક આવે છે. જે મોટા મોટા ટુકડામાં હોય છે. આજકાલ તો તે પીસેલુ પણ મળે છે. આ નમક હૃદય માટે ઉતમ, દીપન અને પાચનમાં મદદ રૂપ, ત્રિદોષ શામક, શીતવીર્ય એટલે કે ઠંડી તાસીર વાળુ અને પચવામાં હલ્કુ છે. તેનાથી પાચક રસ વધે છે. એટલે આપણે દરિયાઇ નમકના ચક્કરમાંથી છુટવું જરૂરી છે. કેમ કે સિંધાલૂણએ પ્રકૃતિએ બનાવેલ નમક છે.

ભારતમાં ૧૯૩૦ પહેલા કોઇ દરિયાઇ નમક નહોતુ ખાતું. વિદેશી કંપનીઓ ભારતમાં નમકના વેપારમાં આઝાદી પહેલાથી આવેલી છે. તેમના કહેવાથી જ ભારતના અંગ્રેજ પ્રશાસન દ્વારા ભારતની ભોળી પ્રજાને આયોડીન વાળુ નમક ખવડાવવાનું શરૂ કરાયું. હવે જાણો કે આખો ખેલ કેવો છે ? વિદેશી કંપનીઓને નમક વેચવું છે અને મોટો લાભ ખાટવો છે, લૂટ કરવી છે એટલે ભારતમાં એક નવી વાત ફેલાવવામાં આવી કે આયોડીન યુકત નમક તંદુરસ્તી માટે સારૃં છે. આ વાત એવા પ્રાયોજીત ઢંગથી ફેલાવવામાં આવી જેથી કયારેક બેથી ત્રણ રૂપિયો કિલો મળતુ નમક આયોડીનના નામે ૨૦ રૂપિયાથી પણ વધારે ભાવે વેચવામાં આવે છે.દુનિયાના ૫૬ દેશોએ આયોડીન યુકત નમક પર ૪૦ વર્ષ પહેલા પ્રતિબંધ મુકયો છે. ડેન્માર્કની સરકારે ૧૯૫૬માં આયોડીન યુકત નમક પર પ્રતિબંધ મુકી દીધો. ત્યાંની સરકારે કહ્યું હતું કે આપણે ૧૯૪૦થી ૧૯૫૬ સુધી આયોડીન યુકત નમક ખવડાવ્યું તેનાથી ઘણા બધા લોકો નપુંસક થઇ ગયા. વસ્તી એટલી ઓછી થઇ ગઇ કે દેશ ખતમ થઇ જવાનું જોખમ ઉભુ થયું. ત્યાંના વૈજ્ઞાનિકોએ કહ્યું કે આયોડીન યુકત નમક બંધ કરાવો એટલે ત્યાંની સરકારે પ્રતિબંધ લગાવ્યો અને આપણે ત્યાં જ્યારે શરૂઆતમાં આયોડીનનો ખેલ શરૂ થયો તો આ દેશના નેતાઓએ કાયદો બનાવ્યો કે આયોડીન વગરનું નમક ભારતમાં નહીં વેચી શકાય. જો કે થોડા સમય પહેલા કોર્ટે આપેલા આદેશ પછી આ પ્રતિબંધ હટાવી દેવાયો છે. 

સીંધાલૂણના ફાયદા

. સિંધાલૂણના ઉપયોગથી લોહીના દબાણ અને ગંભીર બિમારીઓ પર નિયંત્રણ રહે છે કેમ કે એસીડીક નથી આલ્કલાઇન છે એટલે જ્યારે આલ્કલાઇન ચીજ એસીડીક ચીજમાં મળે ત્યારે તે ન્યુટ્રલ થઇ જાય છે. અને રકત અમ્લતા ખતમ થવાથી શરીરના ૪૮ રોગ સારા થાય છે.

. આ નમક શરીરમાં સંપૂર્ણ પણ શોષાય છે. તે શરીરમાં ૯૭ પોષક તત્વોની કમીને પુરી કરે છે.

આ તત્વોની કમી જો પુરી ન થાય તો પેરેલીસીસના એટેકનું મોટુ જોખમ રહે છે.

. તે પાચનમાં સહાયક છે અને સાથે જ તેમાં પોટેશ્યમ અને મેગ્નેશ્યમ હોય છે જે હૃદય માટે ફાયદાકારક છે.

દરિયાઇ નમકના ગેરફાયદા

. આયુર્વેદ અનુસાર, સમુદ્રીનમક પોતે જ બહુ જ ખતરનાક છે. તેમાં પણ કંપનીઓ આયોડીન ઉમેરે છે.

આ આયોડીન પણ બે પ્રકારનું હોય છે. એક તો કુદરતી જે નમકમાં પહેલાથી જ હોય છે અને બીજુ ઇન્ડસ્ટ્રીયલ આયોડીન જે બહુ જ ખતરનાક છે.

. એક તો દરિયાઇ નમક પોતે જ ખતરનાક છે. તેમાં કંપનીઓ વધારાનું ઇન્ડસ્ટ્રીયલ આયોડીન ઉમેરીને આખા દેશમાં વેચી રહી છે. જેના લીધે આપણા શરીરમાં ઘણી બધી ગંભીર બિમારીઓ આવી રહી છે.

. આ નમક હાઇબીપી, ડાયાબીટીઝ જેવી ગંભીર બિમારીઓનું કારણ બને છે. કારણ કે આ નમક અમ્લીય હોય છે. જેનાથી રકત અમ્લતા વધે છે. રકત અમ્લતા વધવાથી ૪૮ રોગ આવે છે. ઉપરાંત આ નમક પથરીનું પણ કારણ બને છે.

(2:51 pm IST)