Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અભિવ્યક્તિની આઝાદી : યુપીમાં એક વર્ષમાં ઓછામાં ઓછા 15 પત્રકારો સામે કેસ નોંધાયા

શાસન-વહીવટીતંત્રની ટીકા કરવાના અલગ અલગ કેસમાં પત્રકારોની સામે ફરિયાદો: હાથરસ કાંડમાં તો કેરળના પત્રકાર સામે ગુનો નોંધ્યો

ઉત્તર પ્રદેશમાં ગત એક વર્ષમાં ઓછામાં ઓછા 15 પત્રકારોની સામે સમાચાર લખવાની બાબતમાં કેસ નોંધવામાં આવ્યા છે,તાજેતરની છેલ્લી ઘટના હાથરસના કથિત બળાત્કાર અને હત્યા કેસમાં બની હતી જેમાં કેરળના પત્રકાર સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઉત્તર પ્રદેશમાં શાસન-વહીવટીતંત્રની ટીકા કરવાના અલગ અલગ કેસમાં પત્રકારોની સામે ફરિયાદો નોંધવામાં આવી હતી, અનેક પત્રકારોની ધરપકડ થઈ, તેમને થોડાક સમયમાં અટકાયતમાં રાખવામાં આવ્યા અને જામીન પર છોડવામાં આવ્યા. જોકે, અનેક કેસ ચાલુ છે.

ગત 16 ઑક્ટોબરે જનસંદેશ ટાઇમ્સના વરિષ્ઠ પત્રકાર સુરેશ બહાદુરસિંહ અને ધનંજયસિંહની સામે ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી. આ બંને પર આરોપ છે કે તેમણે ગુપ્ત દસ્તાવેજ ખોટી રીતે મેળવ્યા અને તેના આધારે અહેવાલ પ્રકાશિત કર્યો.

ક્યારેક પત્રકાર રહી ચૂકેલા અને હવે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર શલભમણિ ત્રિપાઠી કહે છે કે "પત્રકારોને પોતાની જવાબદારીનો અહેસાસ થવો જોઈએ."

(2:22 pm IST)