Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

દાહોદના BSF જવાનનુ બિહારમાં રોડ અકસ્માતમાં નિધન : ગાર્ડ ઑફ ઓનર આપી કરાયા અંતિમ સંસ્કાર

બિહારની ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવવા ગયેલા ઝાલોદના સીમલખેડીના વતની રમેશ કિશોરી BSFમાં ભુજની 79 બટાલિયનમાં ફરજ નિભાવતા હતા

દાહોદનાં બીએસએફ જવાનનું બિહારમાં એક રોડ અકસ્માતમાં મોત નીપજ્યુ છે. બિહારમાં ચૂંટણીની કામગીરીમાં ફરજ બજાવવા ગયેલા દાહોદનાં જવાન રમેશભાઇ કિશોરની ત્યાં પોસ્ટિંગ કરવામાં આવી હતી. આ જવાનનાં આક્સમિત મૃત્યુનાં કારણે પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના સીમલખેડીના વતની રમેશ કિશોરી BSFમાં ભુજની 79 બટાલિયનમાં ફરજ નિભાવતા હતા. હાલ બિહારમાં ચાલી રહેલી ચૂંટણીમાં અલગ અલગ સુરક્ષા દળોની ટૂકડીઓ બિહારમાં તૈનાત કરાઇ હતી. જેમાં દાહોદના જવાન રમેશભાઈ કિશોરી પણ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ ઉપર બિહાર ગયા હતા. જ્યાં ચૂટણી પ્રક્રિયા પૂર્ણ કરી EVM મશીનો સાથે BSFના જવાનો તેમજ ચૂટ્ણી કર્મચારીઓ ટેમ્પોમાં આવી રહ્યા હતા.

તે દરમિયાન ચાલકે કાબૂ ગુમાવતાં ટેમ્પો પલટી મારી હતી. અકસ્માત સર્જાતા ટેમ્પોમાં સવાર જવાનો સહિત કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા જ્યારે જવાન રમેશ કિશોરીને ગંભીર ઇજાઓ થતાં તેમનું નિધન થયું હતું.

 

(1:41 pm IST)