Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

નવથી ઓછા દિવસની રામકથા ન થવી જોઇએઃ પૂ. મોરારીબાપુ

મસુરીમા આયોજીત ઓનલાઇન શ્રીરામકથા ''માનસ વાલ્મિકીય''નો પાંચમો દિવસ

રાજકોટ તા. ૪ : ''નવથી ઓછા દિવસથી રામકથા ન થવી જોઇએ'' તેમ પૂ. મોરારીબાપુએ મસુરી ખાતે આયોજીત ''માનસ વાલ્મિકીય'' શ્રીરામકથાના પાંચમાં દિવસે પૂ.મોરારીબાપુએ જણાવ્યુ હતું.

 

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે બુદ્ધ પુરૂષોની આંખો જ અલખત નીરંજન હોય છે.

ગઇકાલે શ્રીરામકથાના ચોથા દિવસે કહ્યું હતું કે રામચરિત માનસમાં જયારે રામ વાલ્મિકીને પંચવટીમાં રહેવા માટેના સ્થાન પુછે છે એ વખતે વાલ્મિકીએ જે સ્થાનો બતાવ્યા છે.

ભકતના હૃદયમાં રહો ત્યારે શંકર ભગવાન કહે છે કે મે વિવાહ કર્યા કયારેક કામ સૃષ્ટિલય માટે તાંડવ કરૃં ત્યારે ક્રોધ. મહાદેવ છું એટલે મદ હશે પૂજા થાય એટલે માન હશે મારામાં કાર્તિકય, ગણેશ માટે મોહ, પાર્વતી વિયોગથી રાગ, સસરાનું માથું કાપી એને એજ-બકરાનું માથું આપ્યું એ દ્રોણ, પાર્વતીને કહ્યા વગર અયોધ્યા ગયો એ કપટ અને જયોતિષ ન હોવા છતા રામ જન્મ વખતે જયોતિષય બન્યાં એ દંભેઆ બધું જ એક રૂદ્ર હનુમાન બનવાથી મારામાંથી નાશ પામશે.

અહિં બે વાર વાલ્મિક અને પાંચવાર વાલ્મિકી શબ્દ આવ્યો છે એ ઉપરાંત આરતીમાં બાલમિક વિજ્ઞાન વિષરદ ઉપરાંત કવિશ્વર આદિકવિ, વિષાવર, મુનિનાથ, મુનિવર વગેરે નવ વખત પરોક્ષ રીતે વાલ્મિકીનું દર્શન થાય છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, કહેવાય છે કે અઢાર હજાર શ્લોકોની રચના પછી મહર્ષિ વૈદ વ્યાસને થયું કે આ કોને આપું ? દુઃખી થયા પછી એ શ્લોકો એણે વનો, પ્રકૃતિમાં પહોંચાડયા જેથી શુકદેવજી પાસે પહો઼ચે આ જ દશા વાલ્મિકીની થઇ તેણે ચોવીસ હજાર શ્લોકો રચ્યા, નરેન્દ્ર શાસ્ત્રી કહે છેકે ગાયત્રી મંત્રના ચોવીસ અક્ષરો સાથે આ ચોવીસ હજાર શ્લોકોનો અનુભવ છે.

વાલ્મિકીયમાં શિવવિવાહ, ઉમાચરિત્ર નથી, વાલ્મિક જ તુલસી ભયે એ ન્યાયે તુલસીજીએ રામચરિત માનસમાં શિવ અને પાર્વતીના ચરિત્રો ઉમેરી દીધા છે. શ્રદ્ધા અને વિશ્વાસ વગર કેમ આગળ વધાય ?

(1:35 pm IST)