Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

નાસાએ ૫૦ વર્ષ જૂના સ્પેસક્રાફટ વોયોજર-૨નો સંપર્ક મેળવ્યો

નવી દિલ્હીઃ નાસાએ આખરે વોયોજર-૨ સ્પેસક્રાફ્ટનો સંપર્ક મેળવ્યો છે. આ સ્પેસક્રાફ્ટ ૧૯૯૭થી અવકાશમાં સફર કરી રહ્યુ છે. એન્જિીનયરોએ વોયોજર-૨નો સંપર્ક કરવા માટે મોટા રેડિયો એન્ટીનાથી કમાન્ડ મોકલ્યા હતા. જે વોયોજર-૨ એ આ કમાન્ડને સમજીને તેનો અમલ કર્યો હતો. આ સ્પેસક્રાફ્ટ પૃથ્વીથી ૧૧.૬ બિલિયન માઈલ દુર છે.

એન્જિીનયરોએ વોયોજર-૨ ના જવાબ માટે ૩૫ કલાક સુધી રાહ જોઈ હતી.

વોયોજર-૨ નો સંપર્ક કરી રહેલ DSS43 એન્ટેનાની સિસ્ટમમાં ખામી આવતાં સમસ્યા સર્જાઈ હતી. ત્યાર બાદ એન્જિીનયરો તેને ફરીથી ચાલુ કરવા માટે કામ કરી રહ્યા હતા. જેનુ હવે સુખદ પરિણામ મળ્યુ છે. વોયોજર-૨ સાથે સંપર્ક માટે કામ કરી રહેલ આ DSS43 એન્ટેના ખુબ મોટી સિસ્ટમ છે. આ પ્રકારના એન્ટિના દુનિયામાં ફકત ૨ જગ્યાએ જ છે. તેથી DSS43 એન્ટેનાની સિસ્ટમમાં ખામી આવતાં નાસા અને તેના બીજા મિશન માટે ખરાબ પરિસ્થિતિ ઉભી થઈ શકે તેમ હતી.

(12:57 pm IST)