Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

બોલો, કઈ તરફ લઉં જીપને?

નવી દિલ્હી, તા.૪: તાજેતરમાં એક એસયુવીમાં સફર કરી રહેલા સિંહનો ફોટો વાઇરલ થયો છે. એવું લાગે છે કે આ વનરાજ સફારી પાર્કની મુલાકાતે નીકળ્યા છે અને કારની બારીમાંથી બધી પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

વાસ્તવમાં આ ફોટો સ્વિટ્ઝરલેન્ડમાં આવેલા શીકી પાર્ક ઝૂમાં લેવામાં આવ્યો છે. આ જીપનો ઉપયોગ માત્ર આ સિંહ ઝુમ્બા અને તેના સાથી ટિમ્બાનું ધ્યાન ભટકાવવા માટે કરવામાં આવ્યો છે. ફોટોગ્રાફર ઇમેન્યુઅલ કેલ્લેર દ્વારા આ ફોટો કિલક કરવામાં આવ્યો છે. ઇમેન્યુઅલનું કહેવું છે કે 'મારા મતે ઝુમ્બા પોતાની પત્ની ટિમ્બાને ઇમ્પ્રેસ કરવા ઓફ રોડ કાર ડ્રાઇવ કરી રહ્યો છે.

(12:56 pm IST)