Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ગાઝિયાબાદના ભોપુરામાં 500થી વધુ ઝૂંપડપટ્ટી આગની લપેટમાં : સિલેન્ડરમાં બ્લાસ્ટ થતા આગ વિકરાળ બની

કેટલીક ઝૂંપડપટ્ટીમાં ગોદામ બનાવાયેલ જેમાં પૉલીથિન અને વેસ્ટ મટીરિયલનો સ્ટોર હતો : ટિલા મોડ વિસ્તાર વેસ્ટ મટીરિયલ સાથે કોઈ કેમિકલમાં આગ લાગતા ઝૂંપડપટ્ટીને પણ ઝપેટમાં લીધી

ઉત્તરપ્રદેશ: ગાઝિયાબાદના ટિલા મોડ વિસ્તાર આવેલી ઝૂંપડપટ્ટીમાં અચાનક આગ લાગી છે. આ આગમાં 500 ઝૂંપડપટ્ટી ઝપેટમાં આવી હતી. જાણકારી મુજબ કેટલીક ઝૂંપડપટ્ટીમાં ગોદામ બનાવવામાં આવ્યા હતા. જેમાં પૉલીથિન અને વેસ્ટ મટીરિયલનો સ્ટોર કરવામાં આવતો હતો.

હાલમાં વેસ્ટ મટીરિયલ સાથે કોઈ કેમિકલમાં આગ લાગતા આગે અન્ય ઝૂંપડપટ્ટીને પણ ઝપેટમાં લીધી હતી. આ આગથી હજુ નુકસાનના કોઈ સમાચાર સામે આવ્યા નથી. ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોચી કામગીરી શરુ કરી છે. રાત્રે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહૌલ સર્જાયો હતો. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.

(12:11 pm IST)