Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ૨૦૫૦ સુધીમાં પાણીની અછત તીવ્ર બનશે

જયપુર, ઇન્દોર પાણીની તીવ્ર અછતનો સામનો કરનારા વિશ્વના ૧૦૦ દશોમાં સામેલ : WWF : મુંબઇ, કોલકતા સહિત ૩૦ શહેરનો WWFની યાદીમાં સમાવેશઃ તાકીદે પગલા ભરવા હિમાયત

નવી દિલ્હી,તા.૪ : અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં ૨૦૫૦ સુધીમાં પાણીની અછત વધુ તીવ્ર બનશે અને જયપુર અને ઇન્દોર પાણીની તીવ્ર અછતનો સામનો કરનારા વિશ્વના ૧૦૦ દેશોમાં સામેલ છે તેમ WWFએ જણાવ્યું હતું. મુંબઈ, કોલકાતા સહિત કુલ ૩૦ શહેરોનો ૫૧૧ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને આવી પરિસ્થિતિ ઊભીના થાય તે માટે તાકીદે પગલાં ભરવા હિમાયત કરવામાં આવી છે. વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડ (WWF)એ ભારતના શહેરો પર પાણીની તીવ્ર અછત તોળાઈ રહી હોવાનો નિર્દેશ કરીને ભારત માટે કઠિન સ્થિતિ આવી રહી હોવાનું જણાવ્યું છે. WWFની રિસ્ક ફિલ્ટર એનાલિસિસે જણાવ્યું હતું કે વિશ્વના ૧૦૦ શહેરો કે જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર માટે મહત્ત્વના અને ૩૫૦ મિલિયનથી વધારે વસતી ધરાવે છે તે ર૦૫૦ સુધીમાં સૌથી તીવ્ર પાણીની કટોકટીનો સામનો કરે તેવી સંભાવના છે સિવાય કે તેની અસર ઘટાડવા માટે તાકીદે પગલાં ભરવામાં આવે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક શહેરો યાદીમાં સામેલ

WWFના અહેવાલમાં જયપુર અને ઇન્દોર ઉપરાંત અન્ય ૨૮ શહેરોના નામ પણ અપાયા છે. ર૮ શહેરોમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સામેલ છે તથા અન્ય શહેરોમાં અમૃતસર, પૂણે, શ્રીનગર, કોલકાતા, બેંગ્લુરૂ, મુબઈ, કોઝીકોડ. વિશાખાપટ્ટનમ, થાણે, કોટા, નાસિક, જબલપુર, હુબલી-ધારવાડ, નાગપુર, ચંદીગઢ, લુધિયાણા, ધનબાદ, ભોપાલ, ગ્વાલિયર. દિલ્હી, અલીગઢ, લખનઉ અને કન્નુરનો સમાવેશ થાય છે. વિશ્લેષણમાં ૨૦૩૦ અને ૨૦૫૦ માટે શહેરોને જોખમના આધારે પાંચમાંથી સ્કોર આપ્યો છે. ચારથી ઉપર ઊંચું જોખમ કહેવાય, ભારતના તમામ ૩૦ શહેરોને ૨૦૩૦ અને ર૦૫૦ એમ બન્ને માટે ત્રણ અથવા ત્રણથી ઉપરનો સ્કોર મળ્યો છે જેમાં અમદાવાદ ૪.૬ના સ્કોર સાથે ટોચના ક્રમમાં જોવાયું હતું.

(3:35 pm IST)