Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

જયારે ૩૨ રૂપિયે કિલો બટેટા દેવા તૈયાર છે ખેડૂત તો ભૂટાનથી આયાત શા માટે?

બટેટાની અછત નથીઃ સપ્લાઇ ચેઇનમાં ગોલમાલઃ નફાખોરી

નવી દિલ્હી, તા.૪: અમે ૩૨ રુપિયા કિલો બટાકા આપવા માટે કયારના તૈયાર છીએ પણ સરકાર ભૂતાનથી ઈન્પોર્ટ કરી રહી છે. ઈન્પોર્ટ કરવામાં અધિકારીઓને કમિશન મળે છે. અમે તો કમિશન નહીં આપી શકીએ. અમને સરકાર રોકડ પૈસા આપે અને બટાકા ખરીદી લે. ખેડૂતો બટાકા ૬૦ રુપિયે કિલો નથી વેચી રહ્યા. ભાવ તો મંડીમાં બેઠેલા દલાલો અને વ્યાપારીઓ ડબલ કરી રહ્યા છે. તેમના પર સખ્ત કાર્યવાહી કરવી જોઈએ. આ વાત બટાકાનું ઉત્પાદન કરનારા ખેડૂત સમિતિ આગ્રા મંડળના મહાસચિવ આમિર ચૌધરીએ વાત કરી હતી.

ચૌધરીએ કહ્યું કે યુપી દેશનું સૌથી મોટુ બટાકા ઉત્પાદક રાજય છે અને યુપીમાં આગ્રા તથા ફિરોઝાબાજનો વિસ્તાર આ ઉત્પાદનનો ગઢ છે.  અમારી પાસે ઉત્પાદનનો મોટો જથ્થો છે છતાં આટલો ભાવ વધી ગયો તો તેની પાછળની સપ્લાય ચેનની ગડબડી છે. સરકાર એ લોકો પર પગલા ભરે જે લોકો ગડબડ કરે છે. ખેડૂતો ને હેરાન કરે છે. બટાકાની કોઈ એછત નથી. બસ સપ્લાય ચેનમાં ગડબડને સુધારવાની જરુર છે. જો કે કેટલાક અધિકારીઓ અને નેતા એવું થવા દેવા નથી ઈચ્છતા કેમ કે પછી આયાત- નિકાસની રમતમાં કમિશન ખોરી ખતમ થઈ જશે. ચૌધરી આ દિવસોમાં પોતાના સંગઠન તરફથી ૩૦ રુપિયા કિલોના ભાવે અલગ અલગ જગ્યાએ ગાડી મોકલીને બટાકા વેચાવી રહ્યા છે. આ કામ ખુદ સરકાર પણ કરી શકે છે.

બટાકાના ભાવ વધ્યા તો સરકારે કોલ્ડ સ્ટોરેજ ખાલી કરવાનો સમય ૩૦ નવેમ્બરથી ઘટાડીને ૩૧ ઓકટોબર કરી દીધો છે. ચોધરીને આના પર વાંધો છે. તેમનું કહેવું છે કે કોલ્ડ સ્ટોરે જ સંચાલકોએ ખેડૂતો પાસેથી ભાડું ૧૫ ફેબ્રુઆરીથી ૩૦ નવેમ્બર સુધી લઈ લીધું છે.  સરકાર એક મહિનામાં ભાડુ ઓછુ કરાવી દે. કોલ્ડ સ્ટોરેજ એક મહિના પહેલા બંધ કરવાનું હતું તો જુલાઈમાં જ જણાવી દેતા.

ચૌધરીનું કહેવું છે ખેડૂતો ૩૦-૩૨ રુપિયા કિલોમાં વર્ષભર મહેનત કરી વેચી રહ્યા છે તો દલાલો અને મડીના વ્યાપારીઓ બે દિવસમાં ભાવ ડબલ કરી નાંખે છે અને લૂંટી રહ્યા છે. સરકારે તેમના પર અંકુશ ન લગાવીને ઉપરથી ખેડૂતોને હેરાન કરી રહ્યા છે. મને હેરાની એ વાતની છે કે સરકાર આટલુ મોટું ઈલેકશન કરાવી શકે છે પણ બટાકાનું સસ્તું વેચાણ નહીં. વિદેશોથી આયાત કરાયેલા બટાકા પણ લગભગ ૨૮-૩૦ રુપિયે પ્રતિ કિલો સુધી પડે છે.

(11:22 am IST)