Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

માલ વેચનાર વેપારી GST ન ભરે તો પણ ITC અટકાવી શકાય નહીં

મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાથી વેપારીઓને દિવાળી પહેલા રાહત

નવી દિલ્હી,તા.૪ : માલ વેચનાર જીએસટી નહીં ભરે તો ખરીદનારની આઇટીસી સરકાર દ્વારા અટકાવી શકાય નહીં તેવો ચુકાદો મદ્રાસ હાઇકોર્ટે આપ્યો છે. આ ચુકાદાને લીધે વેપારીઓને આઇટીસી મેળવવા માટે છેલ્લા કેટલાય સમયથી પરેશાનીનો સામનો કરવો પડતો હતો. તેમાંથી છુટકારો થવાનો છે.

માલ વેચાણ કરનાર વેપારી જીએસટી ભરપાઈ નહીં કરે તો માલ ખરીદનાર વેપારીને જીએસટીઆર ર માં તેને ભરપાઇ કરેલા નાંણાની રકમ દેખાતી નથી. તેના લીધે માલ ખરીદ કર્યા બાદ વેપારીએ જીએસટી ભરપાઇ કર્યો હોવા છતાં સામેવાળો વેપારી જીએસટી નહીં ભરે તો તેની આઇટીસી માલ ખરીદનારને મળતી નથી. જે અંગે મદ્રાસ હાઇકોર્ટમાં રીટ પિટિશન કરવામાં આવી હતી. કારણ કે વેપારીએ માલ ખરીદીની નાણાં ઉપરાંત જીએસટીની રકમ પણ સામેવાળા વેપારીને આપી દીધી હોય છે.પરંતુ માલ વેચનાર વેપારી જીએસટીના નાણાં જમા કરાવતો નહીં હોવાના લીધે માલ ખરીદ કર્યા બાદ પણ વેપારીને આઈટીસી મળતી નથી. જેના લીધે મદ્રાસ હાઇકોર્ટ દ્વારા વેપારીની આઇટીસી રોકી શકાય નહીં તેવો ચુકાદો આપ્યો છે.

આ અંગે અતીત દિલીપ શાહે જણાવ્યું હતું કે કેટલાક વેપારીઓ આસમસ્યાનો સામનો કરવો પડતો હતો. તેમાં પણ વેપારીએ જીએસટી આપી દીધો હોવા છતાં માલ વેચનાર વેપારી રીટર્ન ભરતી વખતે તે રકમ જમા કરાવતો નહીં હોવાના લીધે વેપારીને આઇટીસી મળતી નહોતી. જયારે આ ચુકાદો આવતા વેપારીઓને ઘણી રાહત થવાની છે. તેમજ જે વેપારી જીએસટી લીધા બાદ જમા કરાવતા નહીં હોય તેની સામે પણ વિભાગ હવે કાર્યવાહી કરે તેવી શકયતા રહેલી છે.

(11:20 am IST)