Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

સાઇબર અપરાધની અઢી ટકા ફરીયાદો પર જ FIR!

પોર્ટલ પર ૨ લાખથી વધુ ફરીયાદો નોંધાઇ પરંતુ ૫૦૦૦ પર જ કેસ નોંધાયા

નવી દિલ્હી, તા.૪: ગૃહમંત્રાલયના દરેક રાજયોને રાષ્ટ્રીય સાઇબર ક્રાઇમ રીપોર્ટિગ પોર્ટલ પર પ્રાપ્ત ફરીયાદોની તપાસ કરવા અને કેસ અરજી કરવા માટે કહ્યું છે. પોર્ટલ પર આવતી ફરીયાદોના આધારે રાજયોમાં અંદાજે અઢી ટકા કેસમાં જ એફઆઇઇઆર નોંધાય છે.

ઇન્ટરનેટ પર ગેરકાયદેસર સામગ્રીને ભારતની સંપ્રભુતા - અખંડતા, રક્ષા સુરક્ષા અને વિદેશી રાજયોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો વિરૂધ્ધ કરવામાં આવેલી કાર્યવાહીરૂપે ચિનહિત અને વર્ગીકૃત કરવામાં આવી છે. આવી સામગ્રીને સાર્વજનિક વ્યવસ્થા અને સાંપ્રદાયિક સૌહાર્દને અસ્થિર કરવા સહિત બાળયૌન શોષણ અંગે ઉત્પીડનની કાર્યવાહીરૂપે પણ ચિહનિત કરવામાં આવી છે.

ગયા વર્ષે પોર્ટલની શરૂઆત બાદથી અત્યાર સુધી બે લાખથી વધુ ફરીયાદો મળી છે. પરંતુ એફઆઇઆર અંદાજે પ હજાર કેસમાં નોંધવામાં આવી છે એક અધિકારીએ જણાવ્યુ કે દેશભરમાં અંદાજે ૧ હજાર સાઇબર ક્રાઇમની ફરીયાદો દર મહિને મળી રહી છે. એફઆઇઆરમાં ફરીયાદોના રૂપાંતરણનો દર ખુબ જ ઓછો છે. જુલાઇમાં ૩૦ હજારથી વધુ ફરીયાદો નોંધવામાં આવી. તેમાંથી ફકત ૨૭૩ એફઆઇઆર નોંધવામાં આવી. સુત્રોના જણાવ્યા મુજબ કેસમાં તપાસ બાકી રહે છે. બીજી બાજુ ટેકનીકલ મામલા અને અધિકારક્ષેત્રના કારણે કેસ આગળ વધતા નથી, સાઇબર અપરાધના મામલાને સ્થાનાંતરિત કરવાની પ્રવૃતિ પણ વધુ છે.

(11:19 am IST)