Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

યૂપીના કુશીનગરમાં ફટાકડાની ફેકટરીમાં પ્રચંડ વિસ્ફોટ :એક જ પરિવારના 4 સભ્યોના મોત : અનેક લોકો ઘાયલ

ક્પ્તાનગંજ વિસ્તારમાં ફેકટરીમાં વિસ્ફોટનો અવાજ 4 કિમી સુધી સંભળાયો: આસપાસના મકાનોમાં પણ બ્લાસ્ટ થવાથી નુકસાન

નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લાના કપ્તાનગંજમાં એક ગેરકાયદેસર ફટાકડા બનાવવાની ફેક્ટરી ચાલતી હતી. જેમાં અચાનક વિસ્ફોટ થતાં આ વિસ્ફોટનો અવાજ 4 કિમી સુધી સંભળાયો હતો. ક્પ્તાનગંજ વિસ્તારથી થોડે દુર આવેલા મકાનોમાં પણ બ્લાસ્ટ થવાથી નુકસાન પહોંચ્યું છે.

ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી શરુ કરી હતી. આ સમગ્ર ઘટનામાં 4 લોકોના મોત થયા છે. બધા મૃતકો એક જ પરિવારના હતા.તેમજ કેટલાક લોકો ઘાયલ થયા છે. પ્રશાસને આસપાસના બધા જ સ્ટેશનની પોલીસ અને એમ્યુલન્સને ઘટના સ્થળે પહોંચવાનો આદેશ આપ્યો છે.

(11:45 am IST)