Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કમલા હેરિસની જીત માટે તામિલનાડુના ગામડામાં પ્રાર્થના સભા

તમિલનાડુનું તુલાસેંતિપુરમ ગામ તેના નાનાનું ગામ છે

ચેન્નઇ તા. ૪ :.. અમેરિકામાં ચૂંટણીમાં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસની જીત માટે તમિલનાડુના તુલાસેંતિરાપુરમ ગામના લોકોએ મંગળવરે એક ખાસ પ્રાર્થના સભાનું આયોજન કર્યુ હતું. હેરિસ આ નાનકડા ગામ સાથે સંબંધ ધરાવે છે. આ ગામમાં ઠેક ઠેકાણે પોસ્ટરો લાગેલા છે, જેમાં હેરિસની જીત માટે શુભકામનાઓ અપાઇ છે. આ ઉપરાંત સ્થાનિક લોકો તેમની સફળતા માટે ખાસ પ્રાર્થના સભાઓ યોજી રહ્યા છે.

હેરીસના પિતા જમૈકાના અને માતા ભારતીય હતાં. હેરિસના નાના પી. વી. ગોપાલન ભૂતપૂર્વ રાજકારણી અને આ ગામના રહેવાસી હતાં. આ ગામના લોકો પોતાની ભાણેજને જીતતી જોવા માંગે છે. હેરિસ માટે સ્થાનીક ધર્મશાસ્થ મંદિરમાં ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામ લોકોએ ભાગ લીધો.

એક ગામવાસીએ કહયું 'અમે તો બસ એટલું જ ઇચ્છીએ છીએ કે તે જીતી જાય. તેમની જીત ભારત, તમિલનાડુ અને અમારા ગામ માટે ગૌરવની ક્ષણ હશે.'

(11:15 am IST)