Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ર૪ કલાકમાં ૪૬ર૫૩ કેસઃ ૫૧૪ના મોત

કુલ કેસ ૮૩,૧૩,૮૭૬: કુલ મૃત્યુ ૧,ર૩,૬૧૧

નવી દિલ્હી તા. ૪ :.. ભારત સહિત વિશ્વભરના ૧૮૦ થી વધુ દેશોમાં કોરોના વાયરસનો ખોફ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ૪.૭૩ કરોડથી વધુ લોકો આ સંક્રમણની ઝપટે ચડયા છે. આ વાયરસ અત્યાર સુધીમાં ૧ર.૧૩ લાખથી વધુ લોકોને ભરખી ગયો છે.

ભારતમાં હજુ કોરોના વાયરસ શાંત પડયો નથી. સંક્રમીતોની સંખ્યા ૮૩ લાખને પાર કરી ગઇ છે. આજે સવારે જારી આંકડા અનુસાર દેશમાં કુલ કેસ ૮૩,૧૩,૮૭૬ થયા છે.

છેલ્લા ર૪ કલાકમાં કોરોનાના નવા ૪૬રપ૩ કેસ આવ્યા છે અને પ૧૪ લોકોના મોત થયા છે.

ર૪ કલાકમાં પ૩૩પ૦ દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં ૭૬,પ૬,૪૭૮ દર્દી સાજા થયા છે. કુલ ૧,ર૩,૬૧૧ લોકોના મોત થયા છે.

રીકવરી રેટ ૯ર.૦૯ ટકા, મૃત્યુદર ૧.૪૮ ટકા છે.

(11:06 am IST)