Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

કાલે ગ્લોબલ ફંડ હાઉસ સાથે PMની ચર્ચા

ભારતીય ઉદ્યોગપતિ પણ સામેલ થશે

નવી દિલ્હી,તા.૪ : વડાપ્રધાન મોદી આવતીકાલે ૨૦ વૈશ્વિક રોકાણકારો અને મુખ્ય ઉદ્યોગપતિઓ સાથે ખાસ વાતચીત કરશે. આ બેઠકમાં ભારતના આર્થિક પરિદ્રશ્ય તથા દેશમાં લાંબાગાળા માટે મૂડી આકર્ષિત કરવા માટે જરૂરી સંરચનાત્મક સુધારાઓ પર તેમનો મત જાણવામાં આવશે.

અર્થવ્યવસ્થાની વૃધ્ધિને ગતિ આપવા માટે મોદીની અધ્યક્ષતામાં સતત બેઠકો થઇ રહી છે અને નીતીના ઘડવૈયાઓ સાથે ચર્ચા ઉપરાંત વિભીન્ન મુદ્દાઓ પર રોકાણકારોની ચિંતાઓ પણ સાંભળવામાં આવે છે. પીએમઓ દ્વારા કરવામાં આવેલ બયાનમાં સાંભળવામાં આવે છે કે ઓછામાં ઓછા ૨૦ મોટા વૈશ્વિક પેન્શન અને સોવરીન વેલ્થ ફંડોના વૈશ્વિક વર્ચ્યુઅલ રોકાણકારો આ ગોળમેજી બેઠકમાં ભાગ લેશે. તેમાં અમેરિકા, યુરોપ, કેનેડા, કોરિયા, જાપાન, પશ્ચિમ એશિયા, ઓસ્ટ્રેલીયા અને સીંગાપોર જેવા દેશોનું પ્રતિનીધીત્વ વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો સામેલ થશે.

વિદેશી રોકાણકારો ઉપરાંત આ વૈશ્વિક બેઠકમાં ભારતના કેટલાય મુખ્ય ઉદ્યોગપતિઓ પણ સામેલ થશે. તેમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, ટાટાસન્સના રીટાયર્ડ ઉદય કોટક, એચડી એફસીના ચેરમેન દિપક પારેખ, સન ફાર્માના દિલીપ સંઘવી અને ઇન્ફોસીસના નંદન નિલકેણી મુખ્ય છે.

ચાલુ નાણીકીય વર્ષમાં એપ્રીલથી ઓગષ્ટ દરમ્યાન કુલ ૩૫.૭૩ અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ દેશમાં આવ્યું છે જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા ૧૩ ટકા વધારે છે.

આ વૈશ્વિક બેઠકનું આયોજન નેશનલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રા સ્ટ્રકચર ફંડના સહયોગ થી નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. નાણા મંત્રાલયે કહ્યું કે વિદેશી રોકાણકારોને વડાપ્રધાન સાથે એક એક કરીને વાતચીત કરવાની પણ તક મળશે. આર્થિક બાબતોના વિભાગના સચીવ તરૂણ બજાજે કહ્યું કે મોટા ફંડો સાથે વડાપ્રધાન આવતા સપ્તાહમાં વાતચીત કરશે.

બજાજે કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં અર્થ વ્યવસ્થા સુધારાના માર્ગે આગળ વધી છે. નવેમ્બરમાં પણ તેમાં વધુ તેજી આવવાની આશા છે. તેમણે કહ્યું કે બધા આર્થિક પહેલુઓમાં સુધારો જોવા મળી રહ્યો છે.

(11:04 am IST)