Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

સાવધાન : IMEI નંબર પણ નથી સેફ : એક નંબરના કલોનિંગથી ૧૩ હજાર મોબાઇલ ફોન ચાલી રહ્યાનો ધડાકો

નવી દિલ્હી,તા. ૪:  નાના મોટા તમામ પ્રકારના મોબાઈલ ફોનની ઓળખ તેનો IMEI નંબર હોય છે.જેને ઈન્ટરનેશનલ મોબાઈલ ઈકિવપમેન્ટ આઈડેન્ટિટી નંબર તરીકે ઓળખવામાં આવે છે. જો ફોન ડયુઅલ સીમ હોય તો તેના બે  IMEI નંબર હોય છે. દરેક ફોનનો  IMEIનંબર અલગ અલગ હોય છે પણ મેરઠમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે દ્યણાને ચોંકાવી દીધા છે.

યુપીના મેરઠમાં એક જ  IMEI નંબર પર ૧૩૦૦૦ ફોન ચાલતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. IMEI નંબરનુ કલોનિંગ થતુ હોય તેવા કિસ્સા પહેલા પણ બન્યા છે.આ બાબત મોબાઈલ બાયર માટે ચિંતા જનક છે. અને મેરઠમાં જે કિસ્સો બહાર આવ્યો છે તે ચાઈનીઝ કંપની સાથે જોડાયેલો છે.આ કંપની દ્વારા વેચાઈ રહેલા ૧૩૦૦૦ ફોનના  IMEIનંબર એક જ હતો.

હજારો ફોનનો  IMEI નંબર એક જ છે તેનો મતલબ એ છે કે, આ તમામ ફોનની અલગ-અલગ ઓળખ થઈ શકે તેમ નથી અને ગેરકાયદેસર પ્રવૃત્ત્િ।માં તેનો ઉપયોગ થાવ તેવી શકયતા છે. હેરાનીની વાત એ છે કે, એ પછી પણ ચાઈનિઝ કંપનીને કિલન ચીટ આપી દેવાય છે.કંપનીએ પોતાના બચાવમાં કહ્યુ છે કે, ટેકનિકલ ખામીના કારણે આવુ થયુ છે.ભારતમાં એમ પણ હાલનો આઈટી એકટ આ બાબતને અપરાધ ગણતો નથી.

ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનનુ કહેવુ છે કે આ મામલા પર એકશન લેવા માટે કોઈ ગાઈડલાઈન નથી.જોકે સૌથી વધારે ચેતવા જેવુ બાયરે છે.કારણકે એક જ  IMEI નંબર હજારો ફોનમાં હોય તો કોઈએ કરેલા ગેરકાયદેસર કૃત્ય બદલ બીજો કોઈ નિર્દોષ બાયર પણ મુસીબતમાં આવી શકે છે.

(10:12 am IST)