Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ચૂંટણીસભામાં નીતીશ કુમાર પર પથ્થર અને કાંદા ફેંકાયા : વીડિયો વાયરલ

પથ્થર ફેંકનારા યુવકે દારૂબંધીને લઈને હોબાળો મચાવ્યો હતો

પટણા,તા. ૪: બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન વચ્ચે મુખ્ય પ્રધાન નીતીશકુમાર ત્રીજા તબક્કાના મતદાન માટે મધુબનીના હરલાખીમાં જાહેર સભાને સંબોધવા પહોંચ્યા હતા. ચૂંટણીસભામાં નીતીશકુમાર પર ચાલુ ભાષણે દરમિયાન ભીડમાંથી એક યુવકે પથ્થર ફેંકયો હતો. નીતીશ પર કાંદા પણ ફેંકવામાં આવ્યા હતા.

નીતીશકુમાર પર પથ્થર ફેંકનારા યુવકે દારૂબંધીને લઈને હોબાળો મચાવ્યો હતો. પથ્થર ફેંકનાર વ્યકિતએ સતત નારેબાજી કરતા કહ્યું હતું કે, બિહારમાં જાહેરમાં દારૂ વેચાઈ રહ્યો છે. દારૂની તસ્કરી થઈ રહી છે પરંતુ તમે કંઈ કરી શકતા નથી. નીતીશ કુમારના સુરક્ષાકર્મીઓએ તે વ્યકિતને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુસ્સાથી લાલદ્યુમ નીતીશ કુમારે કહ્યું હતું કે, ફેંકવા દો, જેટલા ફેંકવા હોય ફેંકવા દો.

આ ઘટના છતાં નીતીશ કુમારે પોતાનું ભાષણ યથાવત રાખ્યું હતું.

(10:11 am IST)