Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ફિટનેશની દુનિયામાં બનાવ્યો નવો રેકોર્ડ

એક મિનિટમાં ૩૪ પુલઅપ્સ કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો

નવી દિલ્હી,તા. ૪: દરેક વ્યકિત સુંદર અને ફિટ દેખાય તેવું ઇચ્છે છે. તે માટે કોઇ જીમમાં જાય છે તો કોઇ પોતાનાં  માટે વિશેષ ડાયટ પ્લાન તૈયાર  કરે છે, કેટલાક દરરોજ ખુબ પરસેવો પાડે છે, તેમાંની એક છે ફિટનેશ ટ્રેનર રૂપા ક્ષત્રિય હુલેટ, આજકાલ આ મહિલાએ ખુબ  ચર્ચા જગાવી છે, તાજેતરમાં તેમણે ફિટનેશની દુનિયામાં એક નવો કિર્તિમાન સ્થાપિત કર્યો છે, રૂપાએ એવો રેકોર્ડ બનાવ્યો છે જે મોટામોટા ફિટનેશ નિષ્ણાતો પણ નથી કરી શકયા.

પુલઅપ્સ માટે રૂપાનું નામ ગિનેજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું છે, તેમણે એક મિનિટમાં ૩૪ પુલઅપ્સ કરીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો છે,  તેમને એ જાણીને આશ્ચર્ય થશે કે તેણે ૪૫ વર્ષની વયે આ અનોખો રેકોર્ડ સજર્યો છે, સમાચાર અનુસાર કોરોના કાળમાં તેણે આ પડકાર માટે તૈયારી શરૂ કરી દીધી હતી, તે દરરોજ ૧૦૦ પુલઅપ્સ કરતી હતી, તેણે ત્યાર બાદ પુલઅપ્સને લઇને રેકોર્ડ ચેક કરવાનું શરૂ કર્યું, ત્યાર બાદ તેણે ખુદ આ રેકોર્ડ સર્જવા માટેની તૈયારીઓ શરૂ કરી. અત્રે ઉલ્લેખનિય છે  કે રૂપા ફિટનેશ ટ્રેનર છે એટલું જ નહીં તે પ્રોફેશનલ કોડર પણ છે, અમેરિકાની વતની રૂપાએ પોતાના પતિની સાથે વર્કઆઉટ શરૂ કર્યું હતું, આજે તે તેનાં જીવનનું અભિન્ન અંગ બની ગયું છે, રૂપાની આ સિધ્ધી જોઇને એ કહેવામાં આવી રહ્યું છે, કે ઉંમરનાં આકડાથી કાઇ પણ હોતો નથી, દિલમાં કાંઇક કરવાનો મજબુત ઇરાદો હોવો જોઇએ.

(10:06 am IST)