Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ગુજરાત અને મધ્યપ્રદેશ સહીત દેશના અનેક રાજ્યોમાં પેટાચૂંટણી યોજાઈ :કયા કકેટલું મતદાન ? : જાણો આંકડાકીય માહિતી

તેલંગાણામાં સૌથી વધુ 82,60 ટકા મતદાન: કર્ણાટકામાં મતદાન સૌથી ઓછુ :છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, ઓરિસ્સા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 8 બેઠકો અમે મધ્યપ્રદેશની 28 બેઠકો પર પેટા ચૂંટણીની સાથે છત્તીસગઢ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, ઓરિસ્સા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં પણ પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં તેલંગાણામાં સૌથી વધુ મતદાન થયુ હતું જ્યારે કર્ણાટકામાં સૌથી ઓછુ મતદાન યોજાયુ હતું.

તેલંગાણામાં એક બેઠક દુબ્બક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 82.60 % મતદાન થયુ હતું.છત્તીસગઢમાં પણ એક બેઠક મારવાહી માટે મતદાન યોજાયુ હતું. જેમાં 71.99 % મતદાન થયુ હતું.હરિયાણામાં પણ એક બેઠક બરોડા પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 68 ટકા મતદાન થયુ હતું.ઝારખંડની બે બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી. ઝારખંડમાં 62.51 ટકા મતદાન યોજાયુ હતું. જેમાં દુમકામાં 65.27 ટકા જ્યારે બેરમોમાં 60.3 ટકા મતદાન યોજાયુ હતું.
 જયારે  કર્ણાટકમાં બે બેઠક માટે પેટા ચૂંટણીયોજાઇ હતી. જેમાં 51.30 ટકા મતદાન થયુ હતું. કર્ણાટકની સીરા બેઠક પર 77.34 ટકા મતદાન જ્યારે રાજેશ્વરીનગરમાં 39.15 ટકા મતદાન થયુ હતું.નાગાલેન્ડ પેટા ચૂંટણીમાં 88.10 ટકા મતદાન યોજાયુ હતું.ઓરિસ્સા પેટા ચૂંટણીમાં 68.08 ટકા મતદાન યોજાયુ હતું ઉત્તર પ્રદેશમાં 52.21 ટકા મતદાન યોજાયુ હતું.

મધ્ય પ્રદેશમાં 28 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 67.77 ટકા મતદાન નોંધાયુ હતું. મધ્ય પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના 28 ધારાસભ્યોએ રાજીનામું આપતા આ બેઠકો ખાલી પડી હતી અને પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં બડનાવાર - 83.2%,હાતપીપલીયા-  80.84%,અગર-  80.54 %,બીઓરા-  80.01%,સુવાસરા – 79.97%,મુંગૌલી-  77.17 %,નેપાનગર-  75.81%,સેનવર-  74.34%,માધાંતા-  73.44%,કરેરા-  72.11%,ભાંડેર-  71.59 %,સુરખી – 70.55%,પોહરી-  70.05%,અશોક નગર-  69.79%,જૌરા-  69%,સાંચી – 68.87%,મલહરા-  68.06%,અનુપ્પુર-  67.6%,ડાબરા-  66. 68%,મેહગાંવ-  61.18%,ડિમાની-  61.06%,ગ્વાલિયર-  49.77%,ગોહડ-  52.88%,સુમૌલી-  53.36%, મોરેના-  57.8% મતદાન થયું હતું

(9:30 am IST)