-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
હરિયાણામાં અનોખો કિસ્સો :7 બાળકોના 67 વર્ષિય પિતાને થયો પ્રેમ:19 વર્ષની છોકરી સાથે કર્યા પ્રેમ લગ્ન
લવ મેરેજ કરનારા વૃદ્ધા અને છોકરી બંને પહેલાથી પરણિત હતા: હાઇકોર્ટમાં પોતાના પરિજનોથી જીવનો ખતરો હોવાનું કહીને સુરક્ષાની માંગ કરી
પલવલ: હરિયાણાના પલવલ જિલ્લાના હથિન વિસ્તારમાં આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. 67 વર્ષિય વૃદ્ધાએ 19 વર્ષની છોકરી સાથે પ્રેમ લગ્ન કરતા ચકચાર જામી છે. બંનેએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ પહોંચીને પોતે પતિ-પત્ની હોવાની વાત કહી છે. તેઓએ પોતાના પરિજનોથી જીવનો ખતરો હોવાનું કહીને સુરક્ષાની માંગ કરી છે. આશ્ચર્યની વાત તે છે કે 67 વર્ષિય વૃદ્ધાના સાત બાળક અને તેમના બધાના પણ લગ્ન થઈ ગયેલા છે. જ્યારે છોકરીએ પણ પહેલાથી લગ્ન કરેલા હતા.
પંજાબ-હરિયાણા હાઇકોર્ટે કેસની ગંભીરતાને જોતા પલવલ જિલ્લાના એસપી દીપક ગહલાવતે આદેશ રજૂ કર્યો છે કે તેઓ એક ટીમની રચના કરીને છોકરીની સુરક્ષા કરે અને વૃદ્ધા વ્યક્તિ વિશે સંપૂર્ણ તપાસ કરે.
ડીએસપી રતનદીપ બાલીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું કે, હથીન ગામના હુંચપુરી નિવાસી 67 વર્ષિય વૃદ્ધાએ નૂંહ જિલ્લાના એક ગામની 19 વર્ષિય છોકરી સાથે લગ્ન કર્યા છે. જોડાએ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે, છોકરીના પરિજનોથી અમને જીવનો ખતરો છે. તેમને કહ્યું કે, અમને હાઇકોર્ટે આદેશ આપ્યા છે કે, કેસની તપાસ કરવામાં આવે અને બંનેની સુરક્ષા પ્રદાન કરવામાં આવે સાથે જ તે પણ જાણકારી મેળવવાનું કહ્યું છે કે, કઈ પરિસ્થિતિમાં લગ્ન થયા છે.
પ્રેમ લગ્ન કરનારા વૃદ્ધા અને છોકરી અને છોકરી પહેલાથી પરણિત હતા. વૃદ્ધાના સાત બાળકો છે તે પણ બધા પરણિત છે. વૃદ્ધાના પત્ની ચાર વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા. જ્યારે લગ્ન કરનારી છોકરી પણ પરણિત છે અને તેને કોઈ બાળક નથી. ડીસીપીએ જણાવ્યું કે, છોકરીના પરિજનોની ગામમાં વિવાદીત જમીન હોવાથી પ્રેમ લગ્ન કરનાર વૃદ્ધિ તેમની મદદ કરવા જતો હતો. આ દરમિયાન આ બંને વચ્ચે સંપર્ક થયો હતો