Gujarati News

Gujarati News

News of Sunday, 4th June 2023

બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બનેલો પુલ તૂટ્યો :1700 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યો હતો

ખગડિયાના અગુવાની-સુલ્તાનગંજ વચ્ચે બની રહેલ બ્રિજનો 200 મીટરનો ભાગ ગંગા નદીમાં પડ્યો

 બિહાર રાજ્યમાંથી એક ચોંકવાનારા સમાચારા સામે આવ્યા છે. બિહારના ભાગલપુર જિલ્લામાં આજે રવિવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભાગલપુરમાં નિર્માણાધીન બ્રિજ ગંગા નદીમાં ધરાશાઈ થયો છે. આ નિર્માણાધીન બ્રિજ ખગડિયાના અગુવાની-સુલ્તાનગંજ વચ્ચે બની રહ્યો હતો. આ બ્રિજનો 200 મીટરનો ભાગ ગંગા નદીમાં પડ્યો છે. મળતી માહિતી અનુસાર કે આ ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

(9:21 pm IST)