Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

યુપીના ગોંડામાં લુખ્ખાઓ બેફામ: કાકી સાથે જતી કિશોરીને રિક્ષામાંથી ખેંચીને ઝાડીઓમાં લઇ ગયા :કપડાં ફાડી નાખ્યા

ચાર યુવકોની શરમજનક કૃત્ય : એક યુવકે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી દીધો

યુપીના ગોંડામાં વધુ એક શરમજનક ઘટના છે. પોતાની કાકી સાથે સગાને મળવા જઈ રહેલી એક કિશોરીને કેટલાક યુવાનોએ રિક્ષામાંથી બહાર ખેંચી લીધી હતી અને તેને ઝાડીઓમાં લઈ ગયા હતા જ્યાં કિશોરીના કપડાં ફાડી નાખવામાં આવ્યાં અને તેની સતામણી કરવામાં આવી. ગોંડાના એએસપી શિવરાજે જણાવ્યું હતું કે, ચાર યુવકોએ પીડિતાની ઓટોરિક્ષાને અટકાવી હતી અને તેને ઝાડીઓ તરફ ખેંચીને લઈ ગયા હતા. તેણે તેના કપડાં ફાડી નાખ્યા અને તેના પર જાતીય હુમલો કર્યો. આ દરમિયાન એક યુવકે આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી દીધો હતો

  બીજીતરફ યુપીના લલિતપુરમાં 13 વર્ષીય કિશોરી જ્યારે રેપની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે એચએચઓ તિલકધારી સરોજે તેની પર રેપ કર્યો હતો. કિશોરીનો આરોપ છે કે પહેલા તેની સાથે 4 લોકોએ રેપ કર્યો હતો. રેપની ફરિયાદ કરવા પોલિસ સ્ટેશન પહોંચી ત્યારે થાણેદાર થાણાની અંદર રેપ કર્યો હતો. પોલીસે આ ઘટનામાં થાણેદારની સામે કેસ દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી હતી.  

   
(10:56 pm IST)