Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

એપ્રિલનું પેન્શન ન આપી પૂર્વ સૈનિકોનું અપમાન કરાયુંઃ રાહુલ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના કેન્દ્ર સરકાર પર પ્રહાર ઃ ઘણા પૂર્વ થ્રી સ્ટાર અધિકારીઓ સહિત સેંકડો લોકોને એપ્રિલ મહિનાનુ પેન્શન હજી મળ્યું નથી ઃ રાહુલ ગાંધી

નવી દિલ્હી, તા.૪ ઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હવે પૂર્વ સૈનિકોના પેન્શનના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. પૂર્વ સૈનિકોને એપ્રિલ મહિનાનુ પેન્શન મળ્યુ નથી અને તેને લઈને રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, પહેલા મોદી સરકારે વન રેક્ન, વન પેન્શનના નામે પૂર્વ સૈનિકો સાથે દગો કર્યો હતો અને હવે સરકાર ઓલ રેક્નનો પેન્શનની નીતિ અપનાવી રહી છે. સૈનિકોનુ અપમાનએ દેશનુ અપમાન છે. સરકારે વહેલી તક તેમને પેન્શન આપવુ જોઈએ. રાહુલ ગાંધીનુ નિવેદન એવા મીડિયા રિપોર્ટ બાદ આવ્યુ છે કે, જેમાં કહેવામાં આવ્યુ છે કે ઘણા પૂર્વ થ્રી સ્ટાર અધિકારીઓ સહિત સેંકડો લોકોને એપ્રિલ મહિનાનુ પેન્શન હજી મળ્યુ નથી. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, આ તો સૈનિકોનુ અપમાન છે ત્યારે સરકારના અધિકારીઓ કહી રહ્યા છે કે, આ મુદ્દાને પ્રાથમિકતા અપાઈ રહી છે. સરકારે તો કોઈ નિવેદન આપ્યુ નથી પણ અંગ્રેજી અખબારે પ્રકાશિત કરેલા અહેવાલમાં જણાવાયુ છે કે, સરકારે પેન્શન વિતરણ માટે નવી ઓનલાઈન સિસ્ટમ લાગુ કરી છે અને તેમાં ખામીઓના કારણે પૂર્વ સૈનિકોને પેન્શન મળી રહ્યુ નથી.

 

(8:00 pm IST)