Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

દેશના 2 થી 18 વર્ષના બાળકો માટે કોવેક્સિનના ડોઝની થશે ટ્રાયલ :ભારત બાયોટેકે માંગી મંજૂરી

દિલ્હી અને પટણા એમ્સ સહિત છ શહેરોમાં થશે બૂસ્ટર ડોઝની ટ્રાયલ

નવી દિલ્હી : હવે દેશના 2 થી 18 વર્ષના બાળકોને વેક્સિનનો બુસ્ટર ડોઝ અપાતા પહેલા તેની ટ્રાયલ જરુરી લાગતા હૈદરાબાદ સ્થિત કંપની ભારત બાયોટેકે ડીસીજીઆઈ પાસે કોવેક્સિનની ટ્રાયલ માટે મંજૂરી માગી છે. ભારત બાયોટેકે ડીસીજીઆઈએ સમક્ષ એક અરજી રજૂ કરી છે જેમાં 2 થી 18 વર્ષના બાળકો માટે કોવેક્સિનના બૂસ્ટર ડોઝની ટ્રાયલની મંજૂરી આપવા જણાવ્યું છે,દિલ્હી અને પટણા એમ્સ સહિત છ શહેરોમાં આ સ્ટડી કરાશે ,હાલમાં 15 વર્ષ અને તેથી વધુ વયના તમામ લોકોને કોવેક્સિન આપવામા આવી રહી છે. જોકે 6 થી 18 વર્ષના બાળકો માટે પણ કોવેક્સિનને ડીસીજીઆઈ તરફથી મંજૂરી મળી છે. 

સૂત્રોએ જણાવ્યું છે 12 થી 17 વર્ષના કિશોરો હવે પ્રાઈવેટ સેન્ટરો ખાતે સિરમની વેક્સિન કોવોવેક્સ લઈ શકશે.આ માટે કોવિન પોર્ટલ પર જોગવાઈ કરાઈ છે.

એક ડોઝ કોવાવેક્સ વેક્સિનની કિંમત 900 રુપિયા અને 150 રુપિયા હોસ્પિટલ ચાર્જ આ રીતે કુલ 1050 થવા જાય છે. હાલમાં 12 થી 14 વર્ષના બાળકોને બાયોલોજીકલ ઈની કોર્બેવેક્સ વેક્સિન અપાઈ રહી છે જ્યારે 15 થી 18 વર્ષના યુવાનોને સરકારી વેક્સિનેસન સેન્ટરોમાં ભારત બાયોટેકની કોવેક્સિન આપવામાં આવી રહી છે.

નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપે 12 થી 17 વર્ષના લોકો માટે કોવોવેક્સની સરકારને ભલામણ કરી હતી. સિરમના ડિરેક્ટર પ્રશાંત કુમાર સિંહે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને પત્ર લખીને જણાવ્યું કે 12 થી 17 વર્ષના લોકોના વેક્સિનેશનમાં અમારી કંપનીની કોવાવેક્સને પણ સામેલ કરી લેવામાં આવે. સિરમના પત્ર બાદ ડીસીજીઆઈએ ગત વર્ષના ડિસેમ્બરમાં કોવોવેક્સને મંજૂરી આપી હતી. 

 

(6:51 pm IST)