Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

યુપીમાં જધન્ય અપરાધ :દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા ગયેલી 13 વર્ષની સગીરા પર SHOએ કર્યો બળાત્કાર

સગીર છોકરી સાથે પોલીસ સ્ટેશનમાં રેપ: SHO ફરાર :SPએ આરોપી SHOને સસ્પેન્ડ કર્યો : DIG એ પોલીસના તમામ સ્ટાફને હાજર કર્યા

ઉત્તર પ્રદેશના લલિતપુરમાં 13 વર્ષની કિશારી પર SHOએ રેપ કર્યો હોવાનો આરોપ લાગ્યો છે. કિશોરીની માતાએ બાદમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, SHO તિલકધારી સરોજે રૂમમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું હતું. ઘટના સામે આવ્યા બાદ SHO ફરાર છે.SPએ આરોપી SHOને સસ્પેન્ડ કરી દીધા છે. તો વળી DIG એ સમગ્ર લાઈને હાજર કરી છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને યુપી સરકાર પર આકરાં પ્રહારો કર્યા છે.  

  કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, બુલડોઝરના શોરમાં કાયદો અને વ્યવસ્થા અસલી સુધારાને કેવી રીતે દબાવશો. જો મહિલાઓ માટે પોલીસ સ્ટેશન પણ સુરક્ષિત નથી, તો ફરિયાદ લઈને ક્યાં જવું ?   

ADG જોન ભાનૂ ભાસ્કરે પોલીસ લાઈનના સમગ્ર સ્ટાફને લઈને બોલાવ્યા હતા. તેમાંથી 6 SI, 6 હેડ કોન્સ્ટેબલ, 10 સિપાહી, 5 મહિલા, 1 ચાલક અને ફોલોઅર સામેલ છે. મામલાની તપાસ ઝાંસી DIG જોગેન્દ્ર સિંહને સોંપી છે. ADGએ 24 કલાકમાં તપાસ પુરી કરીને નિર્દેશ આપ્યા છે. તો વળી પીડિત કિશોરીનું મેડિકલ કરાવ્યા બાદ તેને જિલ્લા ન્યાયાલયમાં 164નું નિવેદન આપવા માટે મોકલવામાં આવી છે. તેની સાથે જ આરોપીને પોલીસે ધરપકડ કરી લીધો છે. 

 

એડીજી લો પ્રશાંત કુમારે જણાવ્યું હતું કે, યુપી ડીજીપી મુકુલ ગોયલે ઝાંસી ડીઆઈજી જોગેન્દ્ર સિંહ પાસેથી એક રિપોર્ટ માગ્યો છે. જેમાં તેમને પૂછવામાં આવ્યું છે કે ,આખરે કઈ સ્થિતિમા રેપની ઘટના પોલીસ સ્ટેશનમાં થઈ. એટલું જ નહીં તેમણે પૂછ્યું કે, એસપી સહિત તેમાં ક્યા જવાબદારની ભૂલ હતી. તો વળી ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે પણ લલિતપુર કેસ પર કહ્યું કે, આ ઘટના અત્યંત દુખદ છે. સરકાર ઉચ્ચસ્તરિય તપાસ કરી રહી છે. પીડિત પક્ષને ન્યાય મળશે. ગુનેગાર ગમે તેવો પાવરફુલ કેમ ન હોય. બધાની ધરપકડ થશે. અમારી સરકાર પીડિત પરિવાર સાથે છે

 

(6:47 pm IST)