Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

સાવધાનઃ હવામાં પણ ફેલાય છે કોરોના વાયરસ

નવા સંશોધનમાં વૈજ્ઞાનિકોએ કરી પુષ્‍ટિ

નવી દિલ્‍હી, તા.૪: કોરોના મહામારીને હવે બે વર્ષથી પણ વધારેનો સમય થઈ ચુક્‍યો છે. દુનિયાભરના વૈજ્ઞાનિકો કોરોનાની અસર, તેની ફેલાવાની રીત અને તેને જડમૂળમાંથી સમજવાની કોશિશ કરી રહ્યા છે. પણ કોરોના સાથે જોડાયેલા રહસ્‍યો કોબિજની માફક એક પડની નીચે બીજૂ પડ નિકળ્‍યા જ કરે છે. પહેલા એવું મનાતુ હતું કે, કોરોના પરત પરથી ફેલાઈ છે. બાદમાં મહામારી વિજ્ઞાનિયોએ જાણ્‍યું કે, જે દેશના લોકોએ માસ્‍ક પહેરવાના નિયમોનું કડકાઈ સાથે પાલન કર્યું ત્‍યાં ઓછો ફેલાયો છે. જો કે, ત્‍યારે પણ કોરોના વાયરસના કણો હવા દ્વારા ફેલાવાના પુરાવા ખૂબ નહીંવત હતા. પણ હવે એક અધ્‍યયનમનાં સામે આવ્‍યું છે અને તે હવા દ્વારા ફેલાતો હોવાની પુષ્ટિ પણ થઈ છે.

CSIR-CCMB,હૈદરાબાદ અને CSIR-IMTech ચંડીગઝના વૈજ્ઞાનિક ગ્રુપે સાથે મળીને એક સંશોધન કર્યું છે. આ સંશોધન હૈદરાબાદ અને મોહાલીની હોસ્‍પિટલમાં કરવામા આવ્‍યું છે. જયાં સાર્સ-કોવિ ૨ના હવાઈ પ્રસારની પુષ્ટિ થઈ છે. એરોસોલ સાઈંસ જરનલમાં આ અધ્‍યયનને પ્રકાશિત કરવામાં આવ્‍યું છે. તેના માટે વૈજ્ઞાનિકોએ એવી જજગ્‍યાની હવાના નમૂના લઈને તેમાં કોરોના વાયરસના જિનોમ વિશ્‍લેષણ કર્યું. જયાં કોવિડ ૧૯ના દર્દીઓને અમુક સમય વિતાવ્‍યો હતો. મતલબ હોસ્‍પિટલ, બંધ રૂમ જયાં રોગી થોડી વાર માટે રહ્યા હતા, અથવા ઘરે જયાં દર્દીઓ રહે છે.

આ સંશોધનમાં સામે આવ્‍યું છે કે, કોવિડના દર્દીઓ હાજર હતાં, ત્‍યાં હવામાં વાયરસ મળી શકે છે. એટલું જ નહીં દર્દી હાજર હતા, ત્‍યાં પોઝિટિવિટી રેટ વધારે હતો. સંશોધનમાં એ પણ સામે આવ્‍યું છે કે, વાયરસ હોસ્‍પિટલના આઈસીયૂ અને બિન આઈસીયૂ વોર્ડમાં હતા, જેનાથી એ જાણવા મળ્‍યું છે કે, દર્દીએ હવામાં વાયરસ છોડ્‍યો હતો. સંશોધનમાં એવું પણ સામે આવ્‍યું છે કે, હવામાં જીવિત વાયરસ હતો, જે કોઈ પણ જીવિત કોશિકાને સંક્રમિત કરી શકે છે અને તે લાંબા અંતર સુધી ફેલાયો હતો.

ત્‍યાર બાદ વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, સંક્‍મણને રોકવા માટે માસ્‍ક પહેરવું વધારે હિતાવહ છે. અધ્‍યયન સાથે જોડાયેલ વૈજ્ઞાનિક શિવરંજની મોહરિરનું કહેવુ છે કે, અમારા પરિણામ એ જણાવે છે કે, કોરોના વાયરસ કોઈ બંધ જગ્‍યા પર થોડી વાર માટે રહી શકે છે. જો કોઈ એવી જગ્‍યા હોય જયાં કોવિડ દર્દી એકથી વધારે હોય ત્‍યાં હવામાં સંક્રમણ દર ૭૫ ટકા વધારે ફેલાય છે. તો વળી જો એક દર્દી અથવા કોઈ ન હોય તો, હવામાં ૧૫.૮ ટકા રહે છે.

(4:27 pm IST)