Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રાજસ્‍થાનમાં ૪પ થી ૪૭ ડિગ્રી તાપ વચ્‍ચે દેશની સેવા કરતા જવાનો : રેતીમાં પાપડ શેકીને તાપ કેવો છે તે બતાવ્‍યું

સોશ્‍યલ મીડીયામાં સિકયોરીટી ફોર્સના જવાનોનો વિડીયો વાયરલ

બીકાનેર, તા. ૪ : રાજસ્‍થાનમાં અસહ્ય ગરમી પડી રહી છે. સ્‍થિતિ એવી છે કે સતત વધી રહેલા તાપમાનના કારણે હવે મરુધારાના રેતીના ટેકરા એટલા ગરમ થવા લાગ્‍યા છે કે તેના પર પાપડ પણ સરળતાથી શેકી શકાય છે. આ કોઇ કાલ્‍પનિક વીડિયો નથી, પરંતુ વાસ્‍તવિકતા છે. પમિ રાજસ્‍થાનમાં ૪૫થી ૪૭ ડિગ્રી તાપમાન વચ્‍ચે ભારત-પાકિસ્‍તાન બોર્ડર પર સુરક્ષા મોરચે ઉભેલા બોર્ડર સિકયોરિટી ફોર્સના જવાનો રેતીમાં પાપડ શેકતા નજરે આવી રહ્યા છે.

આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ બીએસએફ જવાનો કયા સંજોગોમાં દેશની સુરક્ષા માટે મોરચે ઉભા છે. સૂર્ય દેવ અગનગોળા વરસાવી રહ્યા છે અને જવાનો રેતીમાં પાપડ શેકી રહ્યા છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

ધગધગતા સૂર્યપ્રકાશને કારણે ગરમ થયેલી રેતી પર પાપડ શેકવાનો આ વીડિયો બિકાનેર જિલ્લામાંથી સામે આવ્‍યો છે. ચોંકાવનારો વીડિયો બિકાનેર જિલ્લાના ભારત-પાકિસ્‍તાન બોર્ડર વિસ્‍તારમાંથી સામે આવ્‍યો છે. વીડિયોમાં બીકાનેર જિલ્લાના બજ્જુ વિસ્‍તારમાં બોર્ડર પર તૈનાત બીએસએફ જવાનોએ થોડા સમય માટે તપતી રેતીની અંદર પાપડ રાખ્‍યા હતા. થોડા જ સમયમાં તે પાપડ સંપૂર્ણપણે શેકાઈ ગયા. બીએસએફ જવાનોએ તેનો વીડિયો પણ બનાવ્‍યો હતો. અગાઉ, ચુરુ જિલ્લામાં આકરી ગરમી દરમિયાન રેતીના ટેકરાઓ વચ્‍ચે આગ વગર આમલેટ બનાવવામાં આવી હતી.

બિકાનેરમાં તાપમાન ૪૫થી ૪૭ ડિગ્રી

નોંધનીય છે કે રાજસ્‍થાનમાં આ દિવસોમાં આકરી ગરમી પડી રહી છે. પヘમિ રાજસ્‍થાનના પ્રદેશમાં સ્‍થિત રેતીના ટેકરાઓ પર ખુલ્લા પગ રાખવા તે અંગારા પર રાખવા સમાન છે. છેલ્લા એક સપ્તાહથી બિકાનેર જિલ્લામાં સરેરાશ તાપમાન ૪૫થી ૪૭ ડિગ્રીની વચ્‍ચે રહ્યું છે. પヘમિ રાજસ્‍થાનના બાડમેર, જેસલમેર અને જોધપુરમાં પણ આ જ સ્‍થિતિ છે. જો કે હવામાન વિભાગે મંગળવારથી મરુધારાના ૧૦ જિલ્લામાં હવામાનમાં ફેરફારની આગાહી જાહેર કરી છે. પરંતુ હજુ પણ ગરમી યથાવત છે.

(4:26 pm IST)