Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

લોન મોંઘી થશે : EMI વધશે : RBIએ વ્‍યાજદર વધાર્યો

રિઝર્વ બેન્‍કે રેપોરેટમાં ૪૦ બેઝીઝ પોઈન્‍ટનો વધારો જાહેર કર્યો : નવો રેપોરેટ દર ૪.૪૦% થયોઃ સીઆરઆરમાં પણ ૫૦ બેઝીસનો વધારોઃ નવો દર ૪.૫ ટકા : ઓગષ્‍ટ ૨૦૧૮ બાદ પહેલીવાર વ્‍યાજદરમાં વધારો : યુદ્ધ - મોંઘવારીની અસર : સારા ચોમાસાથી ગ્રામીણ ક્ષેત્રે માંગ વધવા શકયતા : RBI

નવી દિલ્‍હી, તા., ૪: ભારતીય રિઝર્વ બેંકે આજે બપોરે અચાનક વ્‍યાજદરમાં વધારો જાહેર કરતા આગામી દિવસોમાં લોન મોંઘી થશે એટલુ જ નહી લોનના હપ્તા પણ વધી જશે. રિઝર્વ બેંકના આ પગલાથી સામાન્‍ય માણસોની તકલીફમાં વધારો થશે.

રિઝર્વ બેંકના ગર્વનર શશીકાંત દાસે આજે બપોરે અચાનક પત્રકાર પરીષદ યોજીને બેંચમાર્ક પોલીસી રેટ વધારો દીધો હતો. રિઝર્વ બેંકની મોનીટરી પોલીસી  કમીટીએ રેપોરેટમાં ૪૦ બેઝીઝ પોઇન્‍ટ એટલેકે ૦.૪ ટકાનો વધારો કર્યો છે. એટલે કે હવે રેપોરેટ  ૪.૪૦ ટકા થયો છે.   

રિઝર્વ બેંકે ઓગષ્‍ટ-ર૦૧૮ પછી પહેલીવાર વ્‍યાજદરમાં વધારો જાહેર કર્યો છે.

રિઝર્વ બેન્‍કે સીઆરઆરમાં પણ ૫૦ બેઝીસ પોઇન્‍ટનો વધારો કર્યો છે અને હવે નવો સીઆરઆરનો દર ૪.૫ ટકા રહેશે.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, વ્‍યાજદર વધારવા કમીટીમાં સર્વાનુમતી હતી.  તેમણે કહયું હતું કે, રૂસ અને યુક્રેન વચ્‍ચે ચાલી રહેલા યુધ્‍ધની અસર જોવા મળી રહી છે અને યુધ્‍ધની અસરને ઇન્‍ટરનેશનલ મોનીટરી ફંડએ પણ સમજી છે. તો બીજી તરફ વધતી મોંઘવારીને જોતા રીઝર્વ બેંકે પોતાના એકોમોડેટીવ વલણ એટલે કે ઉદાર વલણને છોડી રેટમાં વધારો જાહેર કર્યો છે.

રેપોરેટ દર પર રિઝર્વ બેંક કોમર્શીયલ બેંકોને તેમની જરૂરીયાતો પુરી કરવા માટે લોન આપે છે. જયારે રીવર્સ રેપોરેટ દર હેઠળ બેંકો પોતાના પૈસા રિઝર્વ બેંક પાસે રાખે છે અને તેના પર વ્‍યાજ મળે છે.

રિઝર્વ બેંકની આજની આ જાહેરાત પાછળ મોંઘવારી અને યુધ્‍ધની અસર જોવા મળી રહી છે. અત્રે એ નોંધનીય છ ેકે,  રીઝર્વ બેંકે અત્‍યાર સુધીમાં ૧૧ વખત દર યથાવત રાખ્‍યા હતા.

હવે સસ્‍તી લોનનો દોર પુરો થઇ ગયો છે. રીઝર્વ બેંકના નિર્ણયથી હોમ, ઓટો સહીતની લોન મોંઘી થશે. રિઝર્વ બેંકના ગર્વનરે કહયું હતું કે, માર્ચ-ર૦રરમાં મોંઘવારી ઝડપથી વધી અને ૭ ટકા ઉપર પહોંચી ગઇ છે. રિઝર્વ બેંકે મોંઘવારીનો દર હજુ વધવાની શકયતા દર્શાવી છે. એટલું જ નહી ખાદ્યતેલ  પણ મોંઘુ થાય તેવી શકયતા દર્શાવી છે. ઇંધણના ભાવવધારાને કારણે મોંઘવારી વધી હોવાનું તેમણે જણાવ્‍યુ઼ હતું.

 

રિઝર્વ બેંકે વ્‍યાજદર વધારતા શેરબજાર કડડભૂસઃ ૧૪૦૦ પોઇન્‍ટનો કડાકો

મુંબઇઃ રિઝર્વ બેંકે વ્‍યાજદરમાં વધારો  જાહેર કરતા શેરબજાર ઉંધામાથે પછડાયું:  બપોરે ર.૪પ કલાકે સેન્‍સેકસ ૧૩૭૧ પોઇન્‍ટ ઘટીને ૫૫૬૪૦ તથા નીફટી ૩૯૪ પોઇન્‍ટ ઘટીને ૧૬૬૭૫ ઉપર છેઃ મીડકેપ અને સ્‍મોલકેપ અઢી-અઢી ટકા તૂટયા છેઃ બપોરે બેંક, પાવર, મેટલ, રીયલ્‍ટી, હેલ્‍થ, કેપીટલ ગુડસના શેર ૧ થી ર ટકા જેટલા ઘટયા છેઃ  એચડીએફસી બેંક ૧૩પપ, રિલાયન્‍સ ર૬૭૭, ટાઇટલ રર૯૦, મહિન્‍દ્રા ર૩૯, આઇએફબી ૮૭૧, એસ્‍ટા માઇક્રો ર૪૯, રિલાયન્‍સ ઇન્‍ફ્રા ૧૦૧૧, ટીવી-૧૮  ૪૭.૩૦, પાવર ગ્રીડ ર૩૬, એનટીપીસી ૧પ૮, કોટક બેંક ૧૭૭પ, ગુજરાત મીનરલ ૧૮૧ ઉપર છે.

(3:59 pm IST)