Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાને મળ્‍યા જામીન

હનુમાન ચાલીસા વિવાદ : બંનેને કોર્ટમાંથી મળી રાહત

મુંબઇ તા. ૪ : હનુમાન ચાલીસા વિવાદમાં ધરપકડ કરાયેલા સાંસદ નવનીત રાણા અને તેના ધારાસભ્‍ય પતિ રવિ રાણાને કોર્ટમાંથી મોટી રાહત મળી છે.

હનુમાન ચાલીસા વિવાદમાં ધરપકડ કરાયેલા સાંસદ નવનીત રાણા અને તેના ધારાસભ્‍ય પતિ રવિ રાણાને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાણા દંપત્તિને ૧૧ દિવસ પહેલા ધરપકડ કરવામા આવ્‍યા હતા. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા, ધારાસભ્‍ય રવિ રાણાને અમુક સાથે શરતો સાથે જામીન આપ્‍યા છે. કહેવાયુ છે કે, જો આ શરતો નહીં માને તો તેમના જામીન ફરીથી રદ થઈ શકે છે.

નવનીત રાણા અને રવિ રાણાને મુંબઈની સેશન કોર્ટે જામીન આપ્‍યા છે. કોર્ટે કહ્યું કે, રાણા દંપત્તિ કેસમાં જોડાયેલી વાત મીડિયા સામે આવીને કહી શકશે નહીં. તેની સાથે સાથે તે પુરાવા સાથે છેડછાડ પણ કરી શકશે નહીં, એવું પણ કહ્યું છે કે, જે કેસમાં તેમની ધરપકડ થઈ હતી, તેવું કોઈ કામ હવે ફરીથી કરી શકશે નહીં.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા લાઉડસ્‍પિકર વિવાદની વચ્‍ચે નવનીત રાણાએ જાહેરાત કરી હતી કે, તે સીએમ ઉદ્ધાવ ઠાકરેના ઘર બહાર જઈને હનુમાન ચાલીસાનું પઠન કરશે. તેનો વિરોધ કરતા શિવસેના કાર્યકર્તાઓએ રાણા પરિવારના ઘર બહાર પ્રદર્શન કર્યું હતું અને પોલીસમાં ફરિયાદ પણ કરી હતી. તે બાદ રાણા દંપત્તિની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્‍યો હતો.

(3:13 pm IST)