Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

હવેથી ટ્‍વિટર યુઝ કરવા પર ચૂકવવો પડશે ચાર્જ

એલન મસ્‍કનું સૌથી મોટું એલાન : કોમર્શિયલ અને સરકારી યુઝર્સે ટ્‍વિટરનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે કેઝ્‍યુઅલ યુઝર્સે કોઇ જ ચાર્જ નહીં ચૂકવવો પડે

ન્‍યુયોર્ક, તા.૪: ગયા સપ્તાહે જ ટ્‍વિટરને ખરીદ્યા બાદ ચર્ચામાં રહેલા વિશ્વના સૌથી ધનિક વ્‍યક્‍તિ એલન મસ્‍ક અને ટ્‍વિટર કંપની ફરી એક વાર ચર્ચામાં છે. આ વખતે ચર્ચાનો વિષય એવો છે કે જે તેના યુઝર્સ સાથે જોડાયેલ છે. એલન મસ્‍કે તેને ખરીદ્યા બાદ સ્‍પષ્ટ કર્યું છે કે, ભવિષ્‍યમાં હવે ટ્‍વિટરનો ઉપયોગ કરવા માટે કોમર્શિયલ અને સરકારી યુઝર્સને ચાર્જ ચૂકવવો પડશે. એલન મસ્‍કે ટ્‍વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. જો કે, તેઓએ સાથે એ પણ સ્‍પષ્ટ કર્યું છે કે, તે તેના કેઝ્‍યુઅલ યુઝર્સ માટે હંમેશાની જેમ ફ્રી રહેશે. (જુઓ પાનુ ૬)

જુઓ એલન મસ્‍કે શું ટ્‍વિટ કર્યું? મસ્‍કે પોતાના ટ્‍વિટમાં કહ્યું કે, ‘ટ્‍વિટર હંમેશા કેઝ્‍યુઅલ યુઝર્સ માટે ફ્રી રહેશે. પરંતુ કોમર્શિયલ અને સરકારી યુઝર્સે આ માટે થોડીક કિંમત ચૂકવવી પડી શકે છે.

ટ્‍વિટરના રિપોર્ટ અનુસાર, અમેરિકામાં તેના લગભગ ૪ કરોડ ડેઈલી એક્‍ટિવ યુઝર્સ છે. એલન મસ્‍ક ઈચ્‍છે છે કે, અમેરિકામાં હજુ વધારે યુઝર્સ ટ્‍વિટરનો ઉપયોગ કરે.

એલન મસ્‍કે ટ્‍વિટરને ૪૪ અરબ ડોલરમાં ખરીદવાનો સોદો કર્યો છે. અનેક રિપોર્ટ્‍સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એલન મસ્‍ક હવે કંપનીમાં અનેક મોટા ફેરફાર કરવાના મૂડમાં છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, CEO પરાગ અગ્રવાલ અને પોલિસી હેડ વિજયા ગાડ્ડેને કંપનીમાંથી નીકાળી શકાય છે.

ટ્‍વિટર ખરીદવાની જાહેરાત કર્યા બાદ એલન મસ્‍કે કહ્યું હતું કે, કોઈ પણ લોકશાહી માટે કામ કરવા માટે સ્‍વતંત્ર ભાષણ ખૂબ જ મહત્‍વપૂર્ણ છે. Twitter એક ડિજિટલ ટાઉન સ્‍ક્‍વેર છે કે જયાં માનવતાના ભવિષ્‍ય પર ચર્ચા થાય છે. તેઓએ આગળ જણાવ્‍યું કે, તેઓ ટ્‍વિટરને નવા ફીચર્સ સાથે વધારે સારું બનાવવા માંગે છે. તેઓએ ટ્‍વિટમાં એમ પણ લખ્‍યું કે, તે તેના અલ્‍ગોરિધમને ઓપન સોર્સ રાખીને વિશ્વાસને વધારવા માંગે છે.

(12:14 pm IST)