Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

૨૪ કલાકમાં નવા ૩,૨૦૫ કેસ : ૩૧ લોકોના મોત નિપજ્‍યા

આજે ફરી કોરોનાના કેસમાં મોટો ઉછાળો : ગઇકાલની તુલનાએ મોતનો આંક પણ વધ્‍યો

નવી દિલ્‍હી તા. ૪ : દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના આજે નવા ૩,૨૦૫ કેસ નોંધાયા છે. એટલે કે કોવિડ-૧૯ના કેસોમાં લગભગ ૨૫ ટકાનો ઉછાળો આવ્‍યો છે. જયારે છેલ્લાં ૨૪ કલાકમાં ૪,૭૯,૨૦૮ રસીકરણ કરવામાં આવ્‍યું. દેશમાં અત્‍યાર સુધીમાં કુલ ૧,૮૯,૪૮,૦૧,૨૦૩ વેક્‍સિનેશન થયું છે. જયારે ૨૮૦૨ લોકો સાજા થયા છે. આ સાથે સાજા થનારા લોકોની સંખ્‍યા વધીને ૪૨,૫૪૪, ૬૮૯ થઈ ગઈ છે. છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૩૧ લોકોના મોત થયા છે. આ સાથે જ કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્‍યા વધીને ૫,૨૩,૯૨૦ એ પહોંચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨,૫૬૮ કેસ નોંધાયા હતા જયારે કોરોનાના કારણે ૨૦ લોકોએ જીવ ગુમાવ્‍યો હતો. નવા કોરોનાના કેસમાંથી ૮૦.૫૮ ટકા તો પાંચ રાજયોમાંથી સામે આવ્‍યા હતાં. જેમાં માત્ર દિલ્‍હીમાં જ ૪૧.૯% કેસ નોંધાયા હતાં. દેશમાં છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાના કારણે ૨૦ લોકોના મોત થયા હતા જયારે આજે વધુ ૩૧ લોકોના મોત નિપજયાં છે.

તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં મંગળવારે કોરોના વાયરસના સંક્રમણના ૧૮૨ નવા કેસ સામે આવ્‍યા છે અને એક દર્દીનું મોત થયું. મુંબઈમાં ૧૦૦ કેસ નોંધાયા છે. તે જ સમયે પરભણીમાં એક દર્દીનું મોત થયું હતું. એક સ્‍વાસ્‍થ્‍ય અધિકારીએ આ જાણકારી આપી.

(12:13 pm IST)