Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

કુદરતી રીતે ધીમુ ચાલનારાની સરખામણીમાં ઝડપી ચાલનારા લાંબુ જીવે છે

બ્રિટનની લીસેસ્‍ટર યૂનિવર્સિટીના ડાયાબિટીઝ રિસર્ચ સેન્‍ટરના સંશોધકોએ રસપ્રદ સંશોધન કર્યુ

લંડન, તા.૪: માનવ શરીર રહસ્‍યોના ખજાના જેવું છે. કોઇ ૧૦૦ વર્ષ તો કોઇ ઓછી ઉંમર ભોગવીને કેમ મુત્‍યુ પાંમે છે તેના વિશે વૈજ્ઞાનિકો મથી રહયા છે. આમ ત ખોરાક, વ્‍યાયામ અને કસરત જેવી બાબતોને જીવન સાથે જોડવામાં આવે છે પરંતુ આ પણ સંપૂર્ણ સાચું નથી. કેટલાક લોકો જીવનમાં ખૂબ નિયમિત હોવા ઓછી ઉંમરે પણ વિદાય લે છે. એક નવા સ્‍ટડી મુજબ રોજીંદા કામોમાં ઝડપી પગલા ભરે છે તે વધારે જીવે છે. આ અંગે બ્રિટનની લીસેસ્‍ટર યૂનિવર્સિટીના ડાયાબિટીઝ રિસર્ચ સેન્‍ટરના સંશોધકોએ રસપ્રદ સંશોધન કર્યુ છે.

વૈજ્ઞાનિકોનું માનવું હતું કે જે વ્‍યકિત ઝડપી ડગલા માંડે છે તેના ક્રોસમોસની ટેલ લાંબી હોય છે. આ ટેલ ઉમર વધવાની પ્રક્રિયામાં મહત્‍વનો ભાગ ભજવે છે. જયારે કોશિકાઓનું વિભાજન થાય છે ત્‍યારે અંતખંડ જ ક્રોમોસોમની સુરક્ષા કરે છે. માનવ શરીરમાં કોષ વિભાજન સતત થતું રહે છે. જેટલું વધારે કોષ વિભાજન થાય એટલા પ્રમાણમાં ટેલોમિટર ઓછું થાય છે. આ ટેલોમિયર (અંતસ્‍થ) એક સમય એવો આવે છે કે તે સંપૂર્ણ ખતમ થઇ જાય છે. ત્‍યાર પછી કોશિકાઓનું વિભાજન અટકી જાય છે અને નાશ પામે છે.

આથી તેની ટેલોની લંબાઇ ખૂબજ મહત્‍વની છે. જેટલું તે કોષ વિભાજનને સહન કરી શકે છે એટલો સમય કોશિકાઓ કામ કરતી રહે છે. આ અંગેના સ્‍ટડી માટે ૪.૦૫ લાખ બાયોબેંકમાં ભાગ લેનારાએ પોતાની ચાલવાની ટેવ અંગે વાત કરી હતી. સર્વે સાથે જોડાયેલા લગભગ અડધાથી વધુની ચાલવાની ઝડપ એવરેજ હતી. ૪૦ ટકાએ ઝડપી ચાલતા હોવાની જયારે ૬ ટકાએ ધીમે ચાલતા હોવાનું જણાવ્‍યું હતું. ત્‍યાર પછી ઝડ઼પી અને ધીમેથી ચાલવાવાળાના ક્રોમોસોમ ટેલનું નીરિક્ષણ કરવામાં આવ્‍યું જે ધીમે ચાલતા હતા તેની ટેલો નાની જયારે ઝડપી ચાલનારીની ટેલો લાંબી હતી.

આથી સહજ કુદરતી ક્રમ મુજબ ઝડપથી ચાલવાની ટેવ ધરાવનારા વધુ જીવે છે. આ ઉપરાંત ચાલની ગતિને એક ડિવાઇઝની મદદથી માપવામાં આવી એમાં પણ આ જ પરીણામ મળ્‍યું હતું કે ઝડપથી ચાલવાવાળા વધારે સ્‍વસ્‍થ હોય છે. એટલું જ નહી તેઓ પોતાના આરોગ્‍યની જાળવણી ના કરતા હોયતો પણ સારું જીવી શકે છે.ઝડપી ચાલવુંએ હૃદય તથા સ્‍વસનતંત્ર સ્‍વસ્‍થ હોવાની નિશાની પણ છે. જો કે આમાં ધ્રુમપાન સહિતના વ્‍યસનો અપવાદરૂપ છે.

(10:45 am IST)