Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રોજ સતત ૧૦ કલાકથી વધુ બેસીને વર્ક કરવાથી હાર્ટ એટેકનો ખતરો વધુ

સૌથી સારો ઉપાય વચ્‍ચે વિરામ લઇને થોડૂક વોક કરવાનો છે : કલાકો સુધી બેસવાથી બ્‍લડ શુગર લેવલ અને બ્‍લડ પ્રેશર ડિસ્‍ટર્બ થાય છે

ન્‍યૂયોર્ક, તા.૪: આજકાલ બેઠાડું જીવન ઉપરાંત વર્કિગ સ્‍ટાઇલના લીધે સતત એક જ સ્‍થળે બેસી રહેવું પડે છે.ક્‍મ્‍પ્‍યુટર અને લેપટોપ પર કલાકો સુધી બેઠેલા રહીને કામ કરવું પડે છે. એક સ્‍ટડી મુજબ રોજ ૧૦ કલાકથી વધુ સમય એક જ સ્‍થળે બેસી રહેવાથી હાર્ટ એટેકનું જોખમ વધારે રહે છે. નિષ્‍ણાતોનું માનવું છે કે જે લોકો રોજ ૫ થી ૬ કલાક બેસીને કામ કરે છે તેની સરખામણીમાં ૧૦ કલાક બેસી રહેનારાઓને હૃદયરોગ તથા સ્‍ટ્રોકની શકયતા વધારે રહે છે.

શરીરના નીચેના ભાગની ખાસ કરીને પીઠ અને પેટ પરની માંસપેશીઓ નબળી પડી જાય છે.પગના હાડકા નબળા પડે છે એટલું જ નહી ગ્‍લુટેસ ઘટી જાય તેવા સંજોગોમાં ઇજ્જા થવાની શકયતા વધારે રહે છે. અન્નાશયમાં પાચક ગ્રંથીઓ જલદી વધુ સક્રિય થવાથી ઇન્‍સ્‍યૂલીન પણ વધારે પેદા થાય છે.

બેસી રહેવા સમયે માંસ પેશીઓ નિષ્‍ક્રીય રહેવાથી આ હોર્મોનનો ઉપયોગ થઇ શકતો નથી જે ડાયાબિટીસ જેવા ગંભીર રોગોને નોંતરે છે. કરોડરજજુની સ્‍થિતિ સ્‍થાપકતા લાંબા ગાળે ઓછી થાય છે. બેઠાડુ વર્કથી વજન વધવાનો પણ ખતરો રહેલો છે.

શારીરિક સક્રિયતા ઘટવાથી ઓસ્‍ટ્રિયોપોરોસિસ જેવી બીમારીઓ પણ વધતી જાય છે. કમ્‍પ્‍યૂટર પર ટાઇપ કરતા રહેવાથી ગરદનના સ્‍નાયુઓમાં તણાવ પેદા થવાથી ગરદન હાર્ડ થઇ જાય છે. આથી ખભા અને પીઠમાં દર્દનો અનુભવ થાય છે. ખૂબ બેસી રહેવાથી મસ્‍તિષ્‍કની પ્રોસેસ પણ ઘીમી પડી જાય છે.

માંસપેશીઓ નિષ્‍કીય રહેતી હોવાથી તેવા કિસ્‍સામાં લોહી અને ઓકિસજનનો પુરવઠો દિમાંગને ઓછો મળે છે આથી મસ્‍તિષ્‍કની કાર્યક્ષમતા પર વિપરીત અસર થાય છે. કારણ કે સતત બેસવાથી માંસપેશીઓ,હાડકા, બ્‍લડ શુગર લેવલ અને બ્‍લડ પ્રેશર ડિસ્‍ટર્બ થાય છે. સતત બેસી રહેવાથી બ્‍લડ ક્‍લોટ થવાની પણ શકયતા રહે છે

આવા સંજોગોમાં વધારે પડતું રોજ સતત બેસી રહેવાનું ટાળવું સલાહભર્યુ છે. સૌથી સારો ઉપાય કામ કરતી વચ્‍ચે બ્રેક લેવાનો છે. બ્રેક દરમિયાન થોડૂક વોક કરો તે ફાયદાકારક છે. જો નોકરી કે વ્‍યવસાયના ભાગરુપે રોજ ૧૦ કલાક જેટલું બેસી રહેવાનું ફરજીયાત થતું હોય તેવા સંજોગોમાં હેલ્‍થનું રૂટિન ચેક અપ કરાવતા રહેવું જરુરી છે.

(10:44 am IST)