Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

૨૫ કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવનારને આયાતી સોના ઉપર એક ટકો ટેક્‍સ રાહત

આયાતકારે ટર્ન ઓવર સહિતની વિગત ડીજીએફટીના પોર્ટલ પર આપવી પડશે : છેલ્લા ત્રણ વર્ષના ટર્ન ઓવરને ધ્‍યાને રખાશે

મુંબઇ, તા.૪: સોના અને હિરાની જવેલરી ઉદ્યોગને પ્રોત્‍સાહન આપવા માટે જે પણ જવેલરી ઉદ્યોગકારનુ ટર્ન ઓવર ૨૫ કરોડથી વધુ હોય તેને સોનાની આયાત પર એક ટકા ટેક્‍સમાં રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે તેના માટેના પુરાવા સહિતની વિગતો ડીજીએફટીની વેબસાઇટ પર આપવાની રહેશે.

હિરાની જે જવેલરી બનાવવામાં આવે છે તેમાં સોનાનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. આ તમામ સોનુ વિદેશની મંગાવવામાં આવતુ હોવાથી તેના પર ૭.૫ ટકા ઇમ્‍પોર્ટ ડયુટી વસુલ કરવામાં આવતી હોય છે. જયારે તેમાં એક ટકા છુટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ તેના માટે છેલ્લા ત્રણ વર્ષના આઇટી રીટર્નમાં કંપનીનુ ટર્ન ઓવર ૨૫ કરોડ અને તેના કરતા વધુ હોય તેવા જ ઉદ્યોગકારને તેનો ફાયદો થવાનો છે. આ માટે ડીજીએફટીની વેબસાઇટ પર જઇને રજીસ્‍ટ્રેશન કરાવવાનુ રહેશે. ત્‍યાર બાદ જ સોનુ મંગાવનાર પાસે એક ટકા ઓછી કસ્‍ટમ ડયુટી વસુલ કરવામાં આવશે. તેના કારણે જવેલરી બનાવનારા ઉદ્યોગકારોને એક ટકાનો ફાયદો મળશે.

સોના અને હિરાની જવેલરી બનાવનારે ડીજીએફટીમાં રજીસ્‍ટ્રેશન કરાવવા ડબલ્‍યુડબલ્‍યુડબલ્‍યુ.ડીજીએફટી. જીઓવી. ઇન પર જઇને ઇમ્‍પોર્ટ મેનેજમેન્‍ટ સિસ્‍ટમમાં જવાનુ રહેશે. તેમાં ટેરીફ કવોટા લખેલુ હોય તેમાં જઇને પોતાની માહિતી આપવામાં રહેશે. જોકે તેના માટે છેલ્લા ત્રણ વર્ષમાં દર વર્ષે ૨૫ કરોડ અથવા તેના કરતા વધુ ટર્ન ઓવર હશે તેને જ આ યોજનાનો લાભ મળવાનો છે.

(10:40 am IST)