Gujarati News

Gujarati News

News of Wednesday, 4th May 2022

રાહુલ ગાંધીના સંસદીય ક્ષેત્રમાં સ્મૃતિ ઈરાની પહોંચ્યા: રાજકીય વર્તુળોમાં અનેકવિધ અટકળ

અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા પછી શું સ્મૃતિ ઈરાની વાયનાડમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે?

નવી દિલ્હી : કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કેરળના વાયનાડની મુલાકાત લીધી. વાયનાડે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો સંસદીય ક્ષેત્ર છે. ઈરાની વાયનાડ પહોંચ્યા કે તરત જ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ હતી. અમેઠીની વાતનું પુનરાવર્તન થવા જઈ રહ્યુ હોય તેવી ચર્ચા થઈ રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા પછી શું સ્મૃતિ ઈરાની વાયનાડમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે? તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કેરળના વાયનાડથી 2019ની લોકસભા ચૂંટણી જીતી હતી તો 2014 લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાની અમેઠીથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડ્યા હતા. જ્યાં તેમણે જીત મેળવી હતી.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે મલયાલમમાં ટ્વીટ કરીને વાયનાડ જવાની જાણકારી આપી હતી. તેમણે લખ્યું, ‘હેલો વાયનાડ! જિલ્લાના વિકાસને લગતી વિવિધ બેઠકોમાં હાજરી આપવા હું ટૂંક સમયમાં અહીં આવી રહી છું. આવતી કાલે મળશુ!’

(12:33 am IST)